SBI ની ખાસ સર્વિસ શરુ, હવે ATM ની મદદથી ઉપાડી શકો છો FD માં જમા ફંડ
જો તમે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) માં ફિક્સ્ડ ડિપોઝીટ કરાવી છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ વિશેષ છે.
જો તમે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) માં ફિક્સ્ડ ડિપોઝીટ કરાવી છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ વિશેષ છે. એસબીઆઈએ તેમની પાસે એફડી કરાવી હોય તેવા લોકો માટે ખાસ સુવિધા શરૂ કરી છે. બેન્કે મલ્ટિ ઓપ્શન ડિપોઝિટની સુવિધા શરૂ કરી છે. એસબીઆઈએ મલ્ટિ ઓપ્શન ડિપોઝિટ નામથી એક એફડીની શરૂઆત કરી છે.
આ પણ વાંચો: હોમ-કાર લોન લેનારાઓને PNB ની મોટી ભેટ, સસ્તી થઇ લોન

ATM માંથી FD ના પૈસા ઉપાડી શકો છો
એસબીઆઇએ નવી સર્વિસની શરૂઆત કરી છે, જેના હેઠળ તમે એફડીમાંથી પૈસા ઉપાડી શકશો. તમે તમારી જરૂરિયાત મુજબ 1000 રૂપિયાના મલ્ટીપ્લસમાં તમારી એફડીમાંથી પૈસા ઉપાડી શકશો. સૌથી અગત્યની વાત છે કે તમારે આના માટે બેંક જવાની પણ જરૂર નથી. તમે એટીએમમાંથી પૈસા ઉપાડી શકશો.

એફડી સમાન વ્યાજ
જો તમે પણ એસબીઆઇનું આ એમઓડી કરાવવા માંગો છો, તો લિંક્ડ સેવિંગ્સ એકાઉન્ટમાં ન્યૂનતમ માસિક સરેરાશ બેલેન્સ હોવું ફરજિયાત છે. તમને જણાવી દઈએ કે એમઓડીએ એક ટર્મ ડિપોઝિટનો પ્રકાર છે, પરંતુ તે તમારા બચત અથવા કરન્ટ એકાઉન્ટથી લિંક્ડ છે. આવી પરિસ્થિતિઓમાં જો તમારા લિંક્ડ એકાઉન્ટમાં પૂરતા પૈસા નથી જેટલાની તમને જરૂર છે તો તે MOD માંથી ઉપાડી શકાય છે. એટલું જ નહીં સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે તમને આ એમઓડી પર પણ તમને તેટલું જ વ્યાજ મળે છે, જે એસબીઆઈમાં એક સામાન્ય એફડી પર મળે છે.

એકાઉન્ટ કેવી રીતે ખોલવું
જો વાત કરીએ કે આ એમઓડી કેવી રીતે ખોલી શકાય, તો તમને જણાવી દઈએ કે તેના માટે તમારે મિનિમમ ડિપોઝીટ લિમિટ 10,000 રૂપિયા છે. આ પછી તમે 1000 રૂપિયાના મલ્ટીપલ્સમાં પૈસા ડિપોઝિટ કરી શકો છો. તમે તેને 1 થી લઈને 5 વર્ષ માટે ખોલી શકો છો. આમાં તમને વ્યાજ એફડી સમાન મળે છે.












Click it and Unblock the Notifications
