ભારતમાં પેન્શન આવકવેરામાંથી મુક્ત છે?
ભારતમાં પેન્શન કરમુક્ત છે કે નહીં તેનો આધાર વિવિધ પરિબળો પર રહેલો છે, તેમાંથી એક આપ કઇ જગ્યાએ નોકરી કરો છો તેના પર આધારિત છે.
કમ્યુટેડ પેન્શન પર ટેક્સ:
ભારતમાં કોમ્યુટેડ પેન્શન એ પેન્શનનો જ એક પ્રકાર છે. જેમાં પેન્શન ધારકને પરંપરાગત રીતે ચૂકવવામાં આવતા પેન્શનની જેમ નહીં, પરંતુ લમ્બસમ પેન્શન આપવામાં આવે છે. કોમ્યુટેડ પેન્શન આપની નોકરીના કેટલા વર્ષો થયા અને પેન્શનરની ઉંમર કેટલી છે તેના આધારે ગણતરી કરીને આપવામાં આવે છે.

કોમ્યુટેડ પેન્શન પર ટેક્સની ગણતરી:
1. સરકારી કર્મચારીઓ : સંપૂર્ણ કરમુક્ત
2. બિનસરકારી કર્મચારીઓ
a)જ્યાં કર્મચારીને ગ્રેજ્યુઇટી મળી હોય, જેની રકમ પેન્શનની રકમ કરતા વધુ ના હોય તેને 1/3 કરમુક્તિ મળે છે.
b) અન્ય કિસ્સામાં : કોમ્યુટેડ વેલ્યુના 1/2 પેન્શનમાંથી બાદ મળે છે.












Click it and Unblock the Notifications
