#JioPhone : ફોન બૂક કરાવતા પહેલાં જાણો શું છે તેમાં ખાસ?

By Chaitali Shukla
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    રિલાયન્સ જીયોએ ઇન્ડિયન ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ભૂંકપ સર્જ્યા પછી આજે 4જી ફિચર ફોન લોન્ચ કરીને મોબાઇલ બનાવતી તમામ કંપનીઓને બોલતી બંધ કરી દીધી છે. આજે રિલાયન્સ જીયોની વાર્ષિક જનરલ મીટીંગમાં મુકેશ અંબાણીએ રિલાયન્સ જીયોનો નવો ઇન્ટેલિજન્ટ સ્માર્ટ ફોન, જીયો ફોન લોન્ચ કર્યો હતો. આ ફોનમાં એક સાથે અનેક ખૂબીઓ છે. જો કે આ ફોન ખાલી જીયોના સીમ પર જ ચાલશે. વોઇસ કમાન્ડ સમેત જીયોના આ નવા ફોનમાં એટલા બધા ફિચર છે કે પૂછા ના વાત, તેમ છતાં જો તેનો ભાવ જાણશો તો તમે ચોંકી જશો. ત્યારે જાણો શું છે ખાસ જીયોના આ ફોનમાં સાથે જ જાણો તેના વિષે જાણવા જેવું તમામ અહીં....

    મફતના ભાવે ફોન

    મફતના ભાવે ફોન

    રિલાયન્સ જીયોએ આ ફોનને મફતમાં આપવાની જાહેરાત કરી છે. પણ શરૂઆતમાં તમારે આ ફોન માટે 1500 રૂપિયા આપવા પડશે જે રિફન્ડેબલ છે. 3 વર્ષ પછી ગ્રાહકને આ રૂપિયા પાછા આપવામાં આવશે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી કરીને જીયો ઓફરનો કોઇ વ્યક્તિ દૂરઉપયોગ ના કરે.

    શું છે ખાસ જીયો ફોનમાં?

    શું છે ખાસ જીયો ફોનમાં?

    • જીયો ફોનમાં લાઇફ ટાઇમ માટે તમામ કોલ મફત રહેશે
    • સાથે જ આ ફોન પર તમને અનલિમિટેડ ડેટા એક્સેસ મળશે.
    • 153 રૂપિયા પ્રતિ માસિકના ટેરિફ પ્લાન સાથે તમે જીયો ફોનનો ઉપયોગ કરી શકો છો. સાથે જ ઓછા રૂપિયા વાળી સ્ક્રીમ પણ નીકાળવામાં આવી છે.
    • વળી જીયો ફોન પર ટીવી દ્વારા તમે જીયો ફોન ટીવી કેબલનો ઉપયોગ કરી કોઇ પણ ટીવી સાથે આ ફોનને જોડીને પોતાની પસંદનો પ્રોગ્રામ જોઇ શકશો.
    • જો કે આ માટે તમારે 309 રૂપિયા વાળા ઘન ઘના ઘન ઓફરથી રિચાર્જ કરાવવું પડશે.
    ઇમજન્સી મેસેજ

    ઇમજન્સી મેસેજ

    મુકેશ અંબાણીના નવા જીયો ફોનમાં તમે ઇમજન્સી મેસેજ પણ મોકલી શકો છો. સાથે જ તેમાં જીયો સિનેમા, જીયો ટીવી જેવા એપ છે. સાથે જ તેમાં વોઇસ કોલ અને વોઇસ સર્ચ ઓપશન પણ આપવામાં આવ્યા છે.

    વોઇસ કમાન્ડ

    વોઇસ કમાન્ડ

    વળી જીયોના ફોનથી તમે વોઇસ કમાન્ડ પણ આપીને તમામ મેસેજ મોકલી શકો છો. વોઇસ કોલ પણ કરી શકો છો. જીયો ફોન તમારી અવાજથી ઓપરેટ પણ થશે. સાથે જ આ ફોન ભારતની 22 ભાષાઓને સપોર્ટ કરી છે જેમાં ગુજરાતી પણ છે.

    મન કી બાત

    મન કી બાત

    વધુમાં આ ફોન દ્વારા તમે પીએમ મોદીની મન કી બાત પણ સાંભળી શકશો. સાથે જ જલ્દી એક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે તમારા બેંક એકાઉન્ટ, જનધન એકાઉન્ટ જેવી અનેક વસ્તુઓની ચૂકવણી અને ટ્રાન્સફર એક ક્લિક દ્વારા કરી શકશો.

    English summary
    What is the cost of newly launches jio phone. Read here all about jio phone and its features.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more