For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદવા ઈચ્છો છો, તો વાંચો આ સમાચાર

સરકારે જેવી કલમ 370 હટાવવામાં આવી કે તરત જ બાકીના રાજ્યના લોકો ત્યાં રોકાણ કરવા અને વ્યવસાય કરવા ઉપરાંત પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

સરકારે જેવી કલમ 370 હટાવવામાં આવી કે તરત જ બાકીના રાજ્યના લોકો ત્યાં રોકાણ કરવા અને વ્યવસાય કરવા ઉપરાંત પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. કોઈ પણ રાજ્યમાં પ્રોપર્ટી ખરીદવાના અને વેચવાના નિયમો સમાન હોય છે, પરંતુ થોડું પરિવર્તન હોઈ શકે છે. તો જો તમે પણ કાશ્મીરમાં કોઈ પ્રકારની પ્રોપર્ટી ખરીદવા ઈચ્છો છો તો તમારે આખી પ્રક્રિયા જાણવી જરૂરી છે.

જમ્મુ કાશ્મીરમાં પ્રોપર્ટી

જમ્મુ કાશ્મીરમાં પ્રોપર્ટી

તમને જણાવી દઈએ કે જમ્મુ કાસ્મીરમાં કલમ 35 એનો પણ અંત આવી ગયો છે. જેને કારણે જમ્મુ કાશ્મીરની સરકાર રાજ્યના સ્થાયી નાગરિકની વ્યખ્યા કરી શક્તી હતી. જેનો મતલબ હતો કે રાજ્યના સ્થાયી નાગરિકો જ રાજ્યમાં સંપત્તિ ખરીદી શક્તા હતા. હવે જમ્મુ કાશ્મીર બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બન્યા બાદ બીજા રાજ્યના લોકો પણ અહીં સંપત્તી ખરીદી શકે છે. કેવી રીતે તે આગળ જાણો.

કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદવા માટે રેરાની જરૂરિયાત

કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદવા માટે રેરાની જરૂરિયાત

કાશ્મીરમાંથી કલમ 370 અને 35 એ હટ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં પણ કેન્દર સરકારના નિયમો અને શરતો લાગુ. હાલ આ પ્રક્રિયાને સ્પષ્ટ કરવા માટે રાજ્યો અંગેની રેરા નીતિ જરૂરી છે.

પ્રોપર્ટી એજન્ટ અનુસાર જમ્મુ કાશ્મીરે પોતાની રેરા નીતિ ઘડવી પડશે. જે બીજા રાજ્યો જેવી ન પણ હોય. તેના પોતાના નિયમ હોઈ શકે છે. નિયમો અંતર્ગત મળનારા ફાયદા વગર અહીં સંપત્તિ ખરીદવા અંગે સવાલો છે. સરકારે કહ્યું છે કે પ્રોપર્ટી અંગેનો મામલો રેરામાં આવે છે.

કાયદા નિષ્ણાતની સલાહ લો

કાયદા નિષ્ણાતની સલાહ લો

પ્રોપર્ટી એજન્ટના કહેવા પ્રમાણે હજી શરૂઆત છે. રોકાણકારોએ આ મામલે રિયલ એસ્ટેટ નિયંત્રણ સાથે જોડાયેલી સરકારી સંસ્થાની જાહેરાતની રાહ જોવી જોઈએ. જો આ પહેલા કોઈ વ્યક્તિને સંપત્તિ ખરીદવી છે તો કાયદા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

રિયલ એસ્ટેટ મામલે મોટી શક્યતાઓ

રિયલ એસ્ટેટ મામલે મોટી શક્યતાઓ

ટાયર 2 અને ટાયર 3 શહેર રિયલ એસ્ટેટ મામલે આકર્ષક સ્થળો તરીકે વિક્સી રહ્યા છે. પરંતુ જુદા જુદા આર્થિક કારકોને કારણે અહીંના વલણ સરખા નથી. એક તરફ જમ્મુ કાશ્મીરમાં રિયલ એસ્ટેટ માટે મોટી શક્યતાઓ છે, તો બીજી તરફ આર્થિક ગતિવિધિ વ્યવસ્થિત થતા સમય લાગશે.

સ્માર્ટ સિટી પ્રોગ્રામ અંતર્ગત આવતા નાના શહેરોનું આકર્ણ વધ્યું છે. આ કાર્યક્રમમાં તે ટાયર 1 શહેરો કરતા પણ આગળ છે. તેના ઘણા કારણ છે, તેમના માટે શક્યતાઓ વધુ છે, અને મુશ્કેલી ઓછી. તો આ શહેરોમાં જમીનનું અધિગ્રહણ સહેલું છે.

જમ્મુ કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદવાનો યોગ્ય સમય આ નથી

જમ્મુ કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદવાનો યોગ્ય સમય આ નથી

ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે હાલ જમ્મુ કાશ્મીરમાં સંપત્તિ ખરીદવાનો યોગ્ય સમય નથી. કારણ કે હજી નિયમ સ્પષ્ટ નથી. રેરાની નીતિ હજી સ્પષ્ટ નથી. જાણકારોના કહેવા પ્રમાણે રોકાણકારોનું કહેવું છે કે રોકાણકારોએ જમ્મુ કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદવામાં ઉતાવળ ન કરવી જોઈએ તેનું કારણ એ છે કે અહીં રિયલ એસ્ટેટમાં રોકાણ હજી શંકાસ્પદ છે.

ભવિષ્યમાં જમ્મુ કાશ્મીરમાં વિકાસની મોટી શક્યતાઓ છે. હાલ હજી આ નવું માર્કેટ છે, જેને કારણે વેલ્યુએશન અંગે ખ્યાલ નથી આવતો. ત્યારે નવા માર્કેટમાં બેન્ચમાર્કિંગ અંગેની પાયાની સમસ્યાઓ આવે છે. રોકાણકારો માટે હાલ પ્રોપર્ટીની સાચી કિંમતનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

આ પણ વાંચો: આર્ટિકલ 370: જવાનો પર શેહલા રસીદે લગાવેલા ગંભીર આરોપોને સેનાએ ફગાવ્યા

English summary
Know about process of buying property in jammu kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X