આર્ટિકલ 370: જવાનો પર શેહલા રસીદે લગાવેલા ગંભીર આરોપોને સેનાએ ફગાવ્યા

જમ્મુ કાશ્મીર પીપલ્સ મુવમેન્ટના નેતા શેહલા રશીદે જમ્મુ કાશ્મીરની સ્થિતિ વિશે ઘણા ટ્વિટ કર્યા છે જેને ભારતીય સેનાએ ધરમૂળથી ફગાવી દીધા છે.

જમ્મુ કાશ્મીર પીપલ્સ મુવમેન્ટના નેતા શેહલા રશીદે જમ્મુ કાશ્મીરની સ્થિતિ વિશે ઘણા ટ્વિટ કર્યા છે જેને ભારતીય સેનાએ ધરમૂળથી ફગાવી દીધા છે. ભારતીય સેના તરફથી નિવેદન આપીને કહેવામાં આવ્યુ છે કે શેહલા રશીદે જે આરોપ લગાવ્યા છે તે પાયાવિહોણા છે અને અમે તેને ધરમૂળથી ફગાવીએ છીએ. ભારતીય સેના તરફથી કહેવામાં આવ્યુ છે કે આ રીતના પુષ્ટિ વિનાના નકલી સમાચારોને વિરોધીઓ ફેલાવી રહ્યા છે જેનાથી લોકો વચ્ચે હિંસા ભડકે.

રાતે લોકોના ઘરમાં ઘૂસી રહી છે સેના

રાતે લોકોના ઘરમાં ઘૂસી રહી છે સેના

તમને જણાવી દઈએ કે શેહલા રશીદે એક સાથે ઘણા ટ્વીટ કરીને ભારતીય સેના પર ઘણા આરોપ લગાવ્યા હતા. તેમણે લખ્યુ કે સેના બળજબરીથી લોકોના ઘરમાં રાતે ઘૂસી રહી છે, લોકોના છોકરાઓને ઉઠાવી રહી છે, ઘરોમાં તોડફોડ કરી રહી છે. જાણીજોઈને અનાજ વિખેરી રહી છે, તેલના ચોખામાં મિલાવી રહી છે. લોકો કહી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં પોલિસ પાસે અધિકાર નથી, રાજ્યમાં કોઈ કાયદો વ્યવસ્થા નથી. તેમને કોઈ તાકાત વગર છોડી મૂકવામાં આવ્યા છે, બધુ સેનાના હાથમાં છે, એક એસએચઓને સીઆરપીએફના જવાનની ફરિયાદ બાદ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. એસએચઓ પાસે કોઈ પણ પ્રકારનું હથિયાર નથી.

લોકો ફૉર્મ ડાઉનલોડ નથી કરી શકતા

લોકો ફૉર્મ ડાઉનલોડ નથી કરી શકતા

શેહલાએ આરોપ લગાવ્યો છે કે જે લોકો પાસે સેટેલાઈટ ટીવી છે તે ટીવી જોઈ શકે છે, લોકોને ડી2એચ પ્લાન ખતમ થઈ રહ્યા છે, આ લોકો બીજા રાજ્યમાંથી જ ટીવી રિચાર્જ કરાવી શકે છે. મે પોતે અમુક લોકોના ડી2એચ કનેક્શનને રિચાર્જ કર્યા છે. રાજ્યમાં બ્લેકઆઉટ હોવાના કારણે લોકો ઈન્ટરવ્યુ નોટિફિકેશન વગેરે જોઈ શકતા નથી. મે પોતે અમુક લોકોને ઘરે મોકલ્યા છે અને તેમના સુધી ઈન્ટરવ્યુની માહિતી પહોંચાડી છે. તેમના દોસ્ત ફૉર્મ ડાઉનલોડ નથી કરી શકતા કારણકે લોકોના ફોન પર ઓટીપી નથી આવી રહ્યો.

ડર બનાવવામાં આવી રહ્યો છે

ડર બનાવવામાં આવી રહ્યો છે

ઘાટીની સ્થિતિ પર ટ્વીટ કરીને શહેલાએ લખ્યુ છે કે ઘાટીમાં 7 વાગ્યા પછી ગેસ સ્ટેશન, પેટ્રોલ પંપ ખુલી રહ્યા છે. આ માત્ર શહેર, હાઈવે પર જ ઉપલબ્ધ છે. બહુ મુશ્કેલીથી લોકોને બેબી ફૂડ મળી રહ્યુ છે. લોકો પાસે દવાઓ ખતમ થઈ ગઈ છે. શ્રીનગરમાં બહુ ઓછા લોકોને વિરોધ કરવાની અનુમતિ છે. સ્થાનિક પ્રેસ પર પ્રતિબંધ લગાવેલો છે. એટલુ જ નહિ શેહરાએ આરોપ લગાવ્યો છે કે શોપિયાં જિલ્લામાં ચાર માણસોને આર્મી કેમ્પમાં બોલાવવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી તેમનો ટૉર્ચર કરવામાં આવ્યા. તેમની પાસે એક માઈક રાખવામાં આવ્યુ જેથી આખો વિસ્તાર તેમની બૂમો સાંભળી શકે અને ડરમાં રહે. આના કારણે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છે.

અધિકારીએ કર્યુ ખંડન

અધિકારીએ કર્યુ ખંડન

જમ્મુના પોલિસ મહાનિરીક્ષક મુકેશ સિંહે કહ્યુ કે રાજૌરી, ગુજ્જરનગરમાં અમુક ઘટનાઓ વિશે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જમ્મુમાં હડતાળ વિશે પણ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો છે કે જે સંપૂર્ણપણે ખોટુ છે. તેમણે કહ્યુ કે આ રીતની કોઈ ઘટના બની નથી. ટેકનિકલ ખામીના કારણે 2જી ઈન્ટરનેટ અસ્તાયી રીતે બાધિત છે જેમાં જલ્દી સુધારો કરવામાં આવી રહ્યો છે. અમે અફવા ફેલાવનારાઓ સામે કડકાઈથી કાર્યવાહી કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X