24 ઓગસ્ટથી શરૂ થશે Jio ફોનનું બુકિંગ, તે પહેલા વાંચો આ

Written By:
Subscribe to Oneindia News

રિલાયન્સ જીયોના 4જી ફોનનું ઓનલાઇન બુકિંગ 24 ઓગસ્ટ શરૂ થશે. જો તમે પણ આ ફોનનું બુકિંગ કરવા ઇચ્છતા હોવ તો તે પહેલા આ લેખ ચોક્કસથી વાંચજો. અને જો તમને આ માહિતી કામની લાગે તો તેને શેયર કરવાનું ના ભૂલતા. નોંધનીય છે કે જીયો ફોનની ઓફલાઇન બુકિંગ તો શરૂ થઇ ગઇ છે. અને દિલ્હીના કેટલાક રિટેલર્સે તેની પ્રી બુકિંગ પણ શરૂ કરી દીધી છે. પણ તેમ છતાં અધિકૃત રીતે તેની ઓનલાઇન બુકિંગ 24 ઓગસ્ટથી શરૂ થવાની છે. ત્યારે આ ફોનની બુકિંગ તમે કેવી રીતે ઓનલાઇન કરાવી શકો છો તે અંગે જાણો વિગતવાર અહીં...

જીયો ફોન બુકિંગ

જીયો ફોન બુકિંગ

આ ફોનનું બુકિંગ તમે ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે કરાવી શકો છો. ઓનલાઇન બુકિંગ માટે તમારે માયજીયો એપની મદદ લેવી પડશે અને આ દ્વારા તમે તમારા ફોનનું ઓનલાઇન બુકિંગ કરાવી શકશો. જીયો ફોનનું ઓનલાઇન બુકિંગ, 24 ઓગસ્ટ 2017ના રોજ માય જીયો એપ પર સવારે 10 વાગ્યાથી શરૂ થશે. જે માટે તમારે જીયો.કોમ વેબસાઇટ પર લોગ ઇન કરવું પડશે.

શું છે પ્રક્રિયા?

શું છે પ્રક્રિયા?

જીયો ફોન માટે તમારે જીયો. કોમ વેબસાઇટ કે માયજીયો એપ પર જઇને આ ફોન લેવા માટે એપ્લાય કરવું પડશે અને આ માટે તમારી તમામ જાણકારી જેમ કે નામ, એડ્રેસ અન્ય ઓળખ ડિટેલ આપવી પડશે. બુકિંગ પ્રોસેસ પૂર્ણ થતા તમને SMS કે ઇમેલ દ્વારા આ અંગેની તમામ જાણકારી જીયો કંપની મોકલશે.

ઓફલાઇન બુકિંગ

ઓફલાઇન બુકિંગ

ઓફલાઇન બુકિંગ માટે તમારે તમારી નજીકના જીયો સ્ટોર પર જવું પડશે. ઓફલાઇન બુકિંગ માટે તમારે આધાર કાર્ડ અને એક ફોટો કોપી આપવાની રહેશે. આ પ્રી બુકિંગ માટે તમારી જોડેથી હાલ કોઇ પૈસા લેવામાં નહીં આવે.

એક કાર્ડ એક ફોન

એક કાર્ડ એક ફોન

ઉલ્લેખનીય છે કે હાલ એક આધાર કાર્ડ પર ખાલી એક જ જીયો ફોન આપવામાં આવશે. જેના અંતર્ગત બુકિંગ કરાવનાર તમામ લોકોને જો તેમણે યોગ્ય રીતે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી હશે તો 1 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બરની અંદર તેમને આ નવો જીયો ફોન મળી જશે. આ સુવિધા ખાલી હાલ જ બુકિંગ કરાવેલા લોકોને મળશે.

English summary
know how to book the reliance jio phone online and offline

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.