Fuel Rates: પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બર્યા, મુંબઈમાં રેટ 113ને પાર

Fuel Rates: પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બર્યા, મુંબઈમાં રેટ 113ને પાર

સતત બે દિવસ સ્થિર રહ્યા બાદ આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, જે બાદ પેટ્રોલની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આજે પેટ્રોલ-ડીઝલમાં 35 પૈસાનો વધારો થયો છે. જણાવી દઈએ કે રવિવારે પણ પેટ્રોલના ભાવમાં 35-35 પૈસા અને ડીઝલમાં 34-38 પૈસાનો વધારો થયો હતો. અત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ આકાશ આંબી રહ્યા છે જેના કારણે સામાન્ય માનવી ઘણો પરેશાન છે. જણાવી દઈએ કે ઓઈલની કિંમતો દરરોજ સવારે 6 વાગ્યે જાહેર કરાય છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

  • ગાંધીનગરઃ 104.42 રૂપિયા પ્રતિ લિટર
  • દિલ્લી : 107.94 રૂપિયા પ્રતિ લિટર
  • મુંબઈ : 113.80 રૂપિયા પ્રતિ લિટર
  • કોલકાતા : 108.45 રૂપિયા પ્રતિ લિટર
  • ચેન્નઈ : 104.83 રૂપિયા પ્રતિ લિટર
  • બેંગ્લોર : 111.70 રૂપિયા પ્રતિ લિટર
  • લખનઉ : 104.62 રૂપિયા પ્રતિ લિટર
  • ચંદીગઢ : 103.88 રૂપિયા પ્રતિ લિટર
  • નોઈડાઃ 105.10 રૂપિયા પ્રતિ લીટર
  • પટનાઃ 11.64 રૂપિયા પ્રતિ લીટર
  • જયપુરઃ 115.21 રૂપિયા પ્રતિ લીટર
  • શ્રીગંગાનગરઃ 120.15 રૂપિયા પ્રતિ લીટર
આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

  • ગાંધીનગરઃ 103.99 રૂપિયા પ્રતિ લિટર
  • દિલ્લીઃ 96.67 રૂપિયા પ્રતિ લિટર
  • મુંબઈઃ 104.75 રૂપિયા પ્રતિ લિટર
  • ચેન્નઈઃ 100.92 રૂપિયા પ્રતિ લિટર
  • કોલકત્તાઃ 99.78 રૂપિયા પ્રતિ લિટર
  • બેંગલુરુઃ 102.60 રૂપિયા પ્રતિ લિટર
  • લખનઉઃ 96.590રૂપિયા પ્રતિ લિટર
  • ચંદીગઢ : 96.38 રૂપિયા પ્રતિ લિટર
  • નોઈડાઃ 97.32 રૂપિયા પ્રતિ લીટર
  • પટનાઃ 103.28 રૂપિયા પ્રતિ લીટર
  • જયપુરઃ 106.47 રૂપિયા પ્રતિ લીટર
  • શ્રીગંગાનગરઃ 111.01 રૂપિયા પ્રતિ લીટર
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.

નાગરિકો પરેશાન

નાગરિકો પરેશાન

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈ નાગરિકો ઘણા પરેશાન છે. શિમલા ટેક્સી ઓપરેટર્સ યૂનિયનના પ્રમુખ સંજીવ કુમારે મીડિયાને કહ્યું, "પેટ્રોલની કિંમતમાં વધારાએ સ્થાનિક ટેક્સી ચાલકોને ખરાબ રીતે પ્રભાવિત કર્યા છે. કારોબાર નીચે ચાલ્યો ગયો છે."

પેટ્રોલ- ડીઝલ પર રાજકારણ ગરમાયું

કોંગ્રેસ પાર્ટી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારા સામે 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી મોટા પાયે આંદોલન કરવા જઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X