Lockdown દરમિયાન 39000 કરોડની વહેંચણી, તમને કેટલા મળ્યા
Lockdown દરમિયાન 39000 કરોડની વહેંચણી, તમને કેટલા મળ્યા
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે કોરોના મહામારીને પગલે ચાલી રહેલ લૉડકડાઉન દરમિયાન કેટલીય યોજનાઓ અંતર્ગત 39000 કરોડ રૂપિયા લોકોના ખાતામાં નાખ્યા છે. આ પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી અંતર્ગત લોકોના ખાતામાં મોકલવામાં આવ્યા છે. લૉકડાઉન દરમિયાન પીએમ ગરીબ કલ્યાણ લાગૂ કરી દેવામાં આવી, અને તે અંતર્ગત જ જરૂરિયાતમંદોને આ મદદ પહોંચાડવામાં આવી છે. નાણા મંત્રાલયએ એક જાહેર વક્તવ્યમાં આ જાણકારી આપી છે.

26 માર્ચે પેકેજ ઘોષિત થયું હતું
કેન્દ્રની મોદી સરકારે કોવિડ 19 લૉકડાઉન દરમિયાન ગરીબોની મદદ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણની ઘોષણા કરી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે 26 માર્ચે 1.70 લાખ કરોડ રૂપિયાના આ પેકેજની ઘોષણા કરી હતી. જે અંતર્ગત સરકારે ગરીબોને મફત અનાજ સાથે મહિલાઓ, વૃદ્ધો અને ખેડૂતોને રોકડ ચૂકવણી આપવાની પણ ઘોષણા કરી હતી. નાણા મંત્રાલય મુજબ તેઓ પેકેજ વહેંચણી દરમિયાન નિયમિત દેખરેખ રાખી રહ્યા હતા. જ્યારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી કાનૂન (મનરેગા) અંતર્ગત શ્રમિકોની વધેલી મજદૂરીને એક એપ્રિલથી પ્રભાવી બનાવી દીધી છે. આ બધાથી ચાલૂ નાણાકીય વર્ષમાં 5.97 કરોડ માનવ શ્રમદિવસનું સર્જન કરાયું.

કિસાન સન્માન નિધિથી 8.19 કરોડ લોકોને મદદ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત 8.19 કરોડ લાભાર્થીઓને 5 મે 2020 સુધી આ નાણાકીય વર્ષના પહેલા હફ્તા તરીકે કુલ 16394 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. તેમના ખાતામાં સીધા 2000 રૂપિયાની નાણાકીય મદદ પહોંચાડવામાં આવી છે.

મહિલા જનધન ખાતામાં પૈસા મોકલાયા
આવી જ રીતે 20.05 કરોડ મહિલા જનધન ખાતાધારકોના ખાતામાં 500 રૂપિયાના પહેલા હફ્તા તરીકે 10,025 કરોડ રૂપિયા મોકલવામાં આવી ચૂક્યા છે. આનાથી 8.72 કરોડ મહિલા જનધન ખાતાધારકોએ ખાતામાંથી રૂપિયા પણ ઉપાડ્યા છે. જ્યારે 5.57 કરોડ મહિલા ખાતાધારકોના ખાતામાં બીજા હફ્તા તરીકે કુલ 2785 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે.

વરિષ્ઠ નાગરિકોને એનએસપી અંતર્ગત મદદ કરી
આ ઉપરાંત રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ અંતર્ગત 2.82 કરોડ વરિષ્ઠ નાગરિકો, વિધવા અને દિવ્યાંગોને 1400 કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત પ્રત્યેક લાભાર્તીને પહેલા હફ્તાના રૂપે 500 રૂપિયા આપવામાં આવ્યા છે. જ્યારે બીજો હફ્તો આ મહિનામાં મોકલવામાં આવશે.

16 લાખ ટન અનાજનું વિતરણ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ યોજના અંતર્ગત એપ્રિલ માટે 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ 67.65 લાખ ટન ખાદ્ય અનાજ ઉઠાવ્યું. જેના 60.33 કરોડ લાભાર્થીઓને એપ્રિલ માટે 16 લાખ ટન ખાદ્યાન્નનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત મે 2020 માટે 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 12.39 કરોડ લોકોને છ લાખ ટન ખાદ્યાન્ન વિતરણ કરવામાં આવી ચૂક્યું છે. નિવેદન મુજબ 2.42 લાખ ટન દાળ પણ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે પહોંચાડવામાં આવી છે. જેનો લાભ મેળવતા 19.2 કરોડ લાભાર્થીઓમાંથી 5.21 કરોડને દાળનુ વિતરણ કરવામાં આવી ચૂક્યું છે. આવી જ રીતે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના 9.6 લાખ સભ્યોએ પોતાના ખાતામાંથી 2985 કરોડ રૂપિયા ઉપાડ્યા છે.












Click it and Unblock the Notifications
