Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

9 વર્ષથી અધરમાં લટકેલું પેન્શન બિલ લોકસભામાં પાસ!

નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર : પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી(PFRDA)ને વૈધાનીક દર્જો આપવા માટેનું વિધેયક બુધવારે લોકસભામાં પાસ થઇ ગયું. ગૃહે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી 2011ને 33ના મુકાબલે 174 મત દ્વારા પાસ કરવામાં આવ્યું.

વિપક્ષના સંસોધનોમાં કેટલાંકને મત વિભાજન દ્વારા અને બાકીનાને ધ્વનિમતથી અસ્વિકાર કરી દેવામાં આવ્યા. પીએફઆરડીએ ગઠન વર્ષ 2003માં કરવામાં આવ્યું હતું, આ વિધેયકના પાસ થવાથી તેને વૈધાનિક દર્જો મળી ગયો છે.

lok sabha
સરકારની માનીયે તો બિલ પાસ થવાથી સરકારની રૂપિયાની જરૂરિયાત સરળતાથી પૂરી થઇ જશે. આ ઉપરાંત લાંબા સમય માટે લોન મળવાની મદદ મળશે. આના થકી બજારમાં મૂડીની કમીને પૂરી કરી શકાશે, જેથી અર્થવ્યવસ્થામાં તેજી આવી શકે. 26 ટકા એફડીઆઇ દ્વારા વિદેશથી વધારે રૂપિયા પણ આવી શકે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારે રોકાણની તકો મળી શકે છે.

આ બિલ છેલ્લા નવ વર્ષથી લટકેલું હતું. નાણામંત્રી પી. ચિદમ્બરમે આને આજે લોકસભામાં રજૂ કર્યું. પેન્શન બિલને 24 માર્ચ 2011ને પણ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને નાણાકીય મામલા પર બનાવવામાં આવેલી સ્થાઇ સમિતિને મોકલવામાં આવી. સરકારે 2005માં પણ આ રીતે જ બિલ રજૂ કર્યું હતું, પરંતુ તે પાસ થઇ શક્યું ન્હોતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X