For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિટાયર્નમેન્ટ નો ટેન્શન; આ રહ્યા બેસ્ટ પેન્શન પ્લાન ઓપ્શન્સ

|
Google Oneindia Gujarati News

રિટાયરમેન્ટ પ્લાન્સ કે પેન્શન પ્લાન્સ એવી સુવિધા છે કે જ્યારે આપ નિવૃત્ત થાવ કે આપ કામ છોડી દેવાનો નિર્ણય લો ત્યારે આપને માટે નિયમિત માસિક આવકનું એક સાધન બને છે.

આ માટે આપ જ્યારે કમાતા હોવ અથવા તો દર મહિને આવક મેળવતા હોવ ત્યારે દર વર્ષે ચોક્કસ કરેલી રકમ આપે ભરવાની હોય છે. આમ કરવાથી આપના નાણા જમા થાય છે અને જ્યારે આપ નિવૃત્ત થાય ત્યારે દર મહિને તમારી માસિક આવક જળવાઇ રહે છે.

શું આપે રિટયરમેન્ટ પ્લાન કે પેન્શન પ્લાન ખરીદવો જોઇએ?

શું આપે રિટયરમેન્ટ પ્લાન કે પેન્શન પ્લાન ખરીદવો જોઇએ?


ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ્સ દ્વારા કરવામાં આવેલા અનેક વિશ્લેષણોના આધારે એમ સૂચવવામાં આવ્યું છે કે પેન્શન અથવા રિયાટર્નમેન્ટ પ્લાન આપના સમયનો બગાડ છે. કેટલાક વિશ્લેષણો એમ સૂચવે છે કે આ પ્લાનમાં રોકાણ કર્યા બાદ તેમાં માત્ર 4 ટકા જેટલું નીચું વળતર મળતું હોય છે. જ્યારે સારામાં સારો પ્લાન ખરીદવામાં આવે તો પણ તેમાં માત્ર 6 ટકા જેટલું જ મહત્તમ વળતર મળે છે. તેમાં કરનું અમલીકરણ સમજવું અઘરું છે.

ભારતમાં શ્રેષ્ઠ પેન્શન પ્લાન

ભારતમાં શ્રેષ્ઠ પેન્શન પ્લાન


ભારતમાં સારામા સારો પેન્શન પ્લાન કયો છે તે આજે પણ એક મોટો પ્રશ્ન છે. આમ છતાં કેટલાક પ્રાથમિક માપદંડોને આધારે એસબીઆઇ લાઇફ રિટાયર્નમેન્ટ સ્માર્ટ સારો ઓપ્શન છે. અમે એમ કહી શકીએ તેમ નથી કે આ બેસ્ટ ઓપ્શન છે. પણ અન્ય પ્લાનની તુલનામાં તે શ્રેષ્ઠ વળતર આપે છે.

SBI લાઇફ રિટાયર્નમેન્ટ સ્માર્ટ

SBI લાઇફ રિટાયર્નમેન્ટ સ્માર્ટ


SBI લાઇફ રિટાયર્નમેન્ટ સ્માર્ટમાં આપવામાં આવેલા કેટલાક લાભ અનન્ય છે. આ પ્લાનમાં આપે વાર્ષિક જેટલું પ્રિમિયમ ભર્યું હોય તેના 210 ટકા જેટલું ગેરન્ટીડ એડિશન મળે છે. આ ઉપરાંત 15 વર્ષની પોલિસીના અંતમાં 10 ટકાનું ગેરન્ટીડ એડિશન ઉમેરવામાં આવે છે.

જો પ્લાન લેનારનું મૃત્યુ થાય તો જમા થયેલા કુલ ફંડની વેલ્યુ પર 1.5 ટકા વધારાનું એડિશન મળે છે. આકસ્મિક મૃત્યુના કિસ્સામાં ચૂકવવામાં આવેલા તમામ પ્રિમિયમ પર 105 ટકાનું ગેરન્ટી એડિશન આપવામાં આવે છે.

LIC ન્યુ જીવન નિધિ

LIC ન્યુ જીવન નિધિ


LIC ન્યુ જીવન નિધિમાં આપની બેઝિક રકમ ઉપરાંત ગેરન્ટી એડિશનનો લાભ મળે છે. આ ઉપરાંત તેમાં બોનસ અને અંતિમ ઉમેરાનું બોનસ પણ આપવામાં આવે છે.

મૃત્યુના કિસ્સામાં શું થશે?

મૃત્યુના કિસ્સામાં શું થશે?


જો કોઇવાર પોલિસી હોલ્ડર્સ પોલિસી લીધાના પ્રથમ પાંચ વર્ષમાં જ મૃત્યુ પામે ત્યારે એન્યુઇટી કે આંશિક લમ સમ રકમના રૂપમાં બેઝિક રકમ ઉપરાંત ગેરન્ટીડ એડિશન આપવામાં આવે છે. આ રકમ નોમિનીને મળે છે.

જ્યારે પોલિસી લીધાના પ્રથમ પાંચ વર્ષ બાદ જો પોલિસી હોલ્ડરનું મૃત્યુ થાય તો સંપૂર્ણ રકમની સાથે ગેરન્ટીડ એડિશન, રિવિઝનરી અને ફાઇનલ એડિશન બોનસ મળે છે.

English summary
A look at some of the best pension plans in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X