For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LPG: ભારતમાં ગેસ સિલિન્ડર ફરીથી થયુ મોંઘુ, ડિસેમ્બરના પહેલા દિવસે જ વધ્યા 101 રૂપિયા

આજે 1 ડિસેમ્બરે પહેલા દિવસે જ એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો ઝટકો આપી દેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઈંધણની કિંમતોમાં ફરીથી વધારો થવા લાગ્યો છે. આજે 1 ડિસેમ્બરે, વર્ષના છેલ્લા મહિના અને તેની શરૂઆતના પહેલા દિવસે જ એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો ઝટકો આપી દેવામાં આવ્યો છે. હવે લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ(એલપીજી)ના કૉમર્શિયલ સિલિન્ડરના ભાવ 100 રૂપિયાથી પણ વધી ગયા છે. આનાથી દેશમાં રેસ્ટોરાંમાં જમવાનુ પણ મોંઘુ થવાનુ નક્કી છે. સિલિન્ડરની ખરીદીની વાત કરીએ તો દિલ્લીમાં હવે 19 કિલોવાળુ કૉમર્શિયલ સિલિન્ડર 2101 રૂપિયા થઈ ગયુ છે જ્યારે તે બજારમાં 2 હજારમાં મળી રહ્યુ હતુ.

સતત વધી રહ્યા છે ગેસ સિલિન્ડરના ભાવ

સતત વધી રહ્યા છે ગેસ સિલિન્ડરના ભાવ

છેલ્લા 6 વર્ષોમાં ઘરેલુ ઉપયોગમાં લેવાતા રસોઈ ગેસ અને કૉમર્શિયલ સિલિન્ડર બંનેના ભાવો અનેક વાર વધી ચૂક્યા છે. લોકો આશા રાખી રહ્યા હતા કે એક્સાઈઝ ડ્યૂટીના ભાવ ઘટાડવાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટી છે તે રીતે મોદી સરકાર હવે એલપીજી સિલિન્ડરના ભાવ પણ ઘટાડશે પરંતુ આવુ થયુ નહિ. કિંમતો ઘટવાના બદલે વધી રહી છે. ગયા મહિને પણ કૉમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 266 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ કૉમર્શિયલ સિલિન્ડરના રેટ દેશની રાજધાનીમાં 2 હજાર રૂપિયા થઈ ગયા હતા. હવે ફરીથી કિંમત વધારી દેવામાં આવી છે. આ વધારા સાથે હવે દિલ્લીમાં 19 કિલોવાળુ કૉમર્શિયલ સિલિન્ડર 2101 રૂપિયા થઈ ગયુ છે.

મુંબઈમાં દિલ્લી કરતા સસ્તુ મળી રહ્યુ છે

મુંબઈમાં દિલ્લી કરતા સસ્તુ મળી રહ્યુ છે

જો કે, 101 રૂપિયા વધવા પર પણ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કૉમર્શિયલ સિલિન્ડરના ભાવ દિલ્લીથી ઓછા છે. મુંબઈમાં તે 2051 રૂપિયા અને ચેન્નઈમાં 2234 રૂપિયાની કિંમતે મળી રહ્યુ છે. આ ઉપરાંત કોલકત્તામાં તે 2177 રૂપિયાનુ થઈ ગયુ છે. ચેન્નઈ એવુ શહેર છે જ્યાં ભારતના 4 મહાનગરોમાં કૉમર્શિયલ સિલિન્ડરના ભાવ હવે સૌથી વધુ છે. લોકોની ફરિયાદ છે કે કિંમતોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. હાલમાં લોકોને એ આશા હતી કે યુપી, પંજાબ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને જોતા સરકાર અમુક રાહત આપશે પરંતુ ઉલટાનુ બાવ વધારી દીધા. આ વધારા સાથે રેસ્ટોરાંનુ જમવાનુ પણ મોંઘુ થશે એ વાતનો ઈનકાર કરી શકાય નહિ.

રસોઈ ગેસની કિંમતમાં વધારો નહિ

રસોઈ ગેસની કિંમતમાં વધારો નહિ

રાહતની વાત એ છે કે હાલમાં ઘરેલુ ઉપયોગમાં લેવાતા 14.2 કિલોગ્રામના રસોઈ ગેસની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જો કે, કૉમર્શિયલ સિલિન્ડર મોંઘુ થવાથી રેસ્ટોરાં માલિકો પર બોજ વધવાના અણસાર છે અને તે તેની ભરપાઈ ગ્રાહકોના ખિસ્સામાંથી કરશે. લોકો કહી રહ્યા છે કે ઘરેલુ ગેસ એટલે કે રસોઈ ગેસની કિંમતો હાલમાં ન વધારીને તેલ કંપનીઓએ ભલુ કર્યુ છે.

English summary
LPG cylinders price hike: Price of commercial Liquefied Petroleum Gas (LPG) cylinders hiked by Rs 101
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X