મહારાષ્ટ્ર : LBT મુદ્દે 20 જૂનથી ઉગ્ર આંદોલનના અણસાર

lbt
મુંબઇ, 6 જૂન : મહારાષ્ટ્રમાં એલબીટી (લોકલ બોડી ટેક્સ)નો મુદ્દો ધીમી આંચે સળગી રહ્યો છે. એલબીટીનો વિરોધ કરી રહેલા વેપારીઓ સરકાર સાથે વાટાઘાટો કરી આ મુદ્દાનો વહેલીતકે ઉકેલ લાવવા ઇચ્છે છે. આ સાથે વેપારીઓએ એવો નિર્ણય પણ કર્યો છે કે આવનારા થોડા દિવસોમાં સરકાર તેમની સાથે આ મુદ્દે બેઠક નહીં યોજે તો 20 જૂનથી વેપારીઓ ઉગ્ર આંદોલન શરૂ કરશે.

મહારાષ્ટ્રમાં એલબીટીના વિરોધમાં 20 જૂનથી ઉગ્ર આંદોલન શરૂ કરવાનો નિર્ણય 5 જૂનના રોજ પૂનામાં મળેલી પૂના મર્ચન્ટ ચેમ્બરની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં વિવિધ સંગઠનોના 70થી વધારે પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ વેપારી પ્રતિનિધિઓએ એલબીટીનો વિરોધ નોંધાવ્યો હતો અને એલબીટીનો સમાવેશ વૅટ (વેલ્યુ એડેડ ટેક્સ)માં કરવામાં આવે એવી રજૂઆત કરી હતી.

આ બાબતે આંદોલન થતાં મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે સરકારી અધિકારીઓ અને વેપારીઓની એક સંયુક્ત કમિટી બનાવવાનું કહ્યું છે. એ માટે ફામ દ્વારા એના સભ્યોનાં નામ પણ આપી દેવામાં આવ્યાં છે, પણ કમિટી બન્યાનું GR હજી બહાર પાડ્યું નથી અને એની મીટિંગ કરી નથી. એથી આ બાબતે જલદી મીટિંગ લઈ નિર્ણય ન લેવાય તો 20 જૂનથી ફરી ઉગ્ર આંદોલન કરવાનો નિર્ણય ગઈ કાલની મીટિંગમાં વેપારીઓએ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X