For Daily Alerts
મહિન્દ્રાએ હવે મોટરસાયકલ સેગમેન્ટમાં ઝૂકાવ્યું
મુંબઇ, 7 જાન્યુઆરી : દેશની અગ્રણી વાહન નિર્માતા કંપની મહિન્દ્રાએ હવે મોટરસાયકલ સેગમેન્ટમાં પ્રવેશ કરવાનો નિર્ણય લઇને તેનો અમલ પણ કરી દીધો છે. આ માટે તાજેતરમાં કંપનીએ 110 સીસીની બે મોટરસાયકલના મોડેલ પણ માર્કેટમાં રજૂ કર્યા છે. મહિન્દ્રાએ દ્વિચક્રી વાહન શ્રેણીમા્ બે મોટરસાયકલો સેંટુપો તથા પેંન્ટ્રોને લોન્ચ કરી છે.
આ અંગે મહિન્દ્રાના દ્વિચક્રી સેગમેન્ટના અધ્યક્ષ તથા સમૂહ કાર્યકારી બોર્ડના સભ્યો અનુપ માથુરે જણાવ્યું કે "આવનારા કેટલાક સપ્તાહોમાં સૌપ્રથમ પેન્ટ્રોને અને ત્યાર બાદ થોડા સપ્તાહોમાં સેંટુરોને માર્કેટમાં ઉતારવામાં આવશે."
જો કે માથુરે આ મોડેલ્સની કિંમતો અંગે કોઇ જાણકારી આપી નથી. આ મોડલનો વિકાસ મહિન્દ્રાના પુના સ્થિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં કરવામાં આવ્યો છે. તેના માટે એમસીઆઇ-5 એન્જીનનું નિર્માણ મહિન્દ્રાએ મધ્યપ્રદેશમાં આવેલા પીથમપુર પ્લાન્ટમા કર્યું છે.
માથુરે જણાવ્યું કે કંપનીએ આ ઉત્પાદનના સંશોધન અને વિકાસ પાછળ 100 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે. જો કે કુલ રોકાણ અંગે કોઇ પણ આંકડો કહેવો મુશ્કેલ છે. કારણ કે અનેક પ્લેટફોર્મનો ભાગીદારીમાં ઉપયોગ કરવામા આવ્યો છે.