For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1400 રૂપિયાની નાનકડી બચતથી તમારા બાળકને બનાવો કરોડપતિ

તમારા બાળકના ભવિષ્યની તમને ચિંતા છે તો તમે હાલથી જ તેની માટે દર મહિને માત્ર 1400 રૂપિયાનું રોકાણ કરવાની શરૂઆત કરી દો.

|
Google Oneindia Gujarati News

તમારા બાળકના ભવિષ્યની તમને ચિંતા છે તો તમે હાલથી જ તેની માટે દર મહિને માત્ર 1400 રૂપિયાનું રોકાણ કરવાની શરૂઆત કરી દો. બાળકના જન્મથી આ રોકાણની શરૂઆત કરશો તો તેની ઉંમર 25 વર્ષની થતા તેની પાસે આશરે 1 કરોડ રૂપિયા થઈ જશે. એક્સપર્ટના કહેવા પ્રમાણે કોઈની પાસે વધુ પૈસા હોતા નથી. લોકો હંમેશા વિચારતા રહી જાય છે કે તેમની પાસે પૈસા આવો તો તે બચત પર ધ્યાન આપશે અને તે વિચારતા જ રહી જાય છે. જો તમારી પાસે ઓછા પૈસા હોય તો તમારે ઓછા પૈસામાં જ બચતની શરૂઆત કરી દેવી જોઈએ. થોડા થોડા પૈસા દર મહિને બચાવવામાં આવે તો તે થોડા વર્ષોમાં એક મોટી રકમ તૈયાર થઈ જાય છે.

સ્ટેપઅપ રોકાણ પ્લાનિંગ

સ્ટેપઅપ રોકાણ પ્લાનિંગ

તમારી પાસે હાલ પૈસા ઓછા છે તો તમે સ્ટેપઅપ રોકાણ પ્લાન અપનાવી શકો છો. સ્ટેપઅપ રોકાણ પ્લાનમાં ઓછા પૈસાથી શરૂઆત કરી શકાય છે. પછી તમારી ક્ષમતા પ્રમાણે રોકાણમાં વધારો કરી શકો છો. આ રીતે સ્ટેપઅપ નાણાકીય પ્લાનિંગના માધ્યમથી ઓછા પૈસે એક મોટુ ફંડ તૈયાર કરી શકાય છે.

આ રીતે બાળકના નામે રોકાણ કરો

આ રીતે બાળકના નામે રોકાણ કરો

બાળકના જન્મ સાથે જ રોકાણ શરૂ કરવામાં આવે તો તેની ઉંમર 25 વર્ષ થતા તમારુ બાળક કરોડપતિ બની જશે. એટલે કે 25 વર્ષ સુધી રોકાણ ચાલુ રહેશે. બાળકના જન્મથી જ તમે રોકાણ શરૂ કરી શક્યા નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તમારુ બાળક 5 વર્ષનું થાય ત્યારે પણ આ પ્લાન શરૂ કરી શકો છો. જો બાળક 5 વર્ષનું થયુ છે તો આ રોકાણ તમે તેની ઉંમર 30 વર્ષની થાય ત્યાં સુધી ચાલુ રાખો. આ રીતે 25 વર્ષ સુધી દર મહિને 1400 રૂપિયાનું રોકાણ કરી તમે 1 કરોડનું ફંડ ભેગુ કરી શકો છો.

આ માટે પહેલા તમારા બાળક માટે 1400 રૂપિયાથી રોકાણની શરૂઆત કરો. પછી દર વર્ષે તેમાં 15 ટકાનો વધારો કરતા જાવ. તેનો અર્થ એ કે પહેલા વર્ષે 1400 રૂપિયાનું રોકાણ કર્યુ તો આવનારા વર્ષે 1610 રૂપિયાનું કરી દો. આ રીતે દર વર્ષે વધારતા જાવ. આ રોકાણ પર 12 ટકા રિટર્ન મળે તો પણ 25 વર્ષ સુધીમાં 1 કરોડ રૂપિયા થઈ જશે.

ક્યાં મળી શકે સારુ રિટર્ન

ક્યાં મળી શકે સારુ રિટર્ન

ફાઈનાન્શિયલ અડવાઈઝર ફર્મ બીપીએન ફિનકૈપના ડાયરેક્ટપ એકે નિગમ પ્રમાણે જો રોકાણ લાંબા સમય સુધી કરાઈ રહ્યુ છે તો મ્યુચ્યુઅલ ફંડમાં સારુ રિટર્ન મેળવી શકાય છે. અહીં ઘણી સારી યોજનાઓમાં 15 ટકાથી વધુનું રિટર્ન મળે છે. 20થી 25 વર્ષ સુધી કરેલા રોકાણ પર 12 ટકા રિટર્ન સરળતાથી મેળવી શકાય છે.

રોકાણમાં કેવી રીતે થાય છે વધારો

રોકાણમાં કેવી રીતે થાય છે વધારો

અંશ ફાયનાન્શિયલ એન્ડ ઈન્વેસ્ટમેન્ટના ડાયરેક્ટર દિલિપ કુમારના જણાવ્યા પ્રમાણે નાનુ નાનુ રોકાણ પણ મોટુ થઈ જાય છે. પણ લોકોને આ વાત પર વિશ્વાસ થતો નથી. આમાં એક સમય એવો આવે છે કે જ્યારે તમે દર મહિને જે પૈસા જમા કરી રહ્યા હોવ છો તેના કરતા વધુ પૈસા રિટર્ન રૂપે મળતા હોય છે. સ્ટેપઅપ રોકાણ પ્લાનિંગમાં રોકાણ પાંચ વર્ષમાં 1.5 લાખ રૂપિયાથી થોડુ વધુ થઈ જાય છે. આ રોકાણ 10 વર્ષમાં વધીને 5 લાખથી વધુ અને 15 વર્ષમાં 16 લાખથી વધુ થઈ જાય છે. 20 વર્ષમાં તે વધી 42 લાખ રૂપિયાથી વધુ અને ત્યાં જ અંતે 25 વર્ષે આ રોકાણ 1 કરોડ રૂપિયા થઈ જાય છે.

કેવી રીતે કામ કરે છે સ્ટેપઅપ રોકાણ પ્લાનિંગ

કેવી રીતે કામ કરે છે સ્ટેપઅપ રોકાણ પ્લાનિંગ

-1400 રૂપિયાથી રોકાણની શરૂઆત કરો

-દર વર્ષે આ રોકાણમાં 15 ટકાનો વધારો

-તેના પર 12 ટકા સુધીનું રિટર્ન મળે

-તો 25 વર્ષમાં 1 કરોડનું ફંડ તૈયાર થઈ જશે

ટૉપ 10 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ

ટૉપ 10 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ

1. મોતીલાલ ઓસવાલ નૉસ્ડાક 100 એક્સચેન્જ ટ્રેડેડ ફંડે 5 વર્ષમાં આપ્યુ 18.60 ટકા રિટર્ન

2. એસબીઆઈ સ્મોલ કૈપ ફંડે 5 વર્ષમાં 16.87 ટકા સુધીનું રિટર્ન

3. મિરે એસેટ ઈમેજીંગ બ્લુચિપ ફંડ-રેગ્યુલર પ્લાને 5 વર્ષમાં આપ્યુ 16.19 ટકા રિટર્ન

4. આદિત્ય બિરલા સન લાઈફ બેંકિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસિઝ ફંડે 5 વર્ષમાં આપ્યુ 15.60 ટકા રિટર્ન

5. ઈંવેસકો ઈન્ડિયા ફાઈનેંશિયલ સર્વિસિઝ ફંડે 5 વર્ષમાં આપ્યુ 14.68 ટકા રિટર્ન

6. આદિત્ય બિરલા સન લાઈફ ઈન્ડિયા જેનેક્સ્ટ ફંડે 5 વર્ષમાં આપ્યુ 14.44 ટકા રિટર્ન

7. મોતીલાલ ઓસવાલ મલ્ટીકૈપ 35 ફંડે 5 વર્ષમાં આપ્યુ 14.34 ટકા રિટર્ન

8. ફૈંકલિન ઈન્ડિયા ફીડર ફ્રેંકલિન યુએસ ઓપર્ચુનિટીઝ ફંડે 5 વર્ષમાં આપ્યુ 14.33 ટકા રિટર્ન

9. આઈસીઆઈસીઆઈ પ્રુડેંશિયલ બેંકિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસિઝ ફંડે 5 વર્ષમાં આપ્યુ 14.20 ટકા રિટર્ન

10. એક્સિસ ફોકસ્ડ 25 ફંડે 5 વર્ષમાં આપ્યુ 14.12 ટકા રિટર્ન

નોટ- મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનું રિટર્ન 15 ઓક્ટોબર 2019 સુધી છે.

આ પણ વાંચો: આ એફડી કરાવશો તો ફ્રીમાં મળશે 1 લાખનો હેલ્થ ઈન્સ્યોરન્સ

English summary
Make your baby a millionaire with a small savings of Rs 1,400
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X