For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ એફડી કરાવશો તો ફ્રીમાં મળશે 1 લાખનો હેલ્થ ઈન્સ્યોરન્સ

બેન્કમાં એફડી કરાવવા પર હવે ઓફર મળવા લાગી છે. આ ઓફર અતંર્ગત બેન્ક 1 લાખ રૂપિયા સુધીનો ફ્રી હેલ્થ ઈન્સ્યોરન્સ આપી રહી છે.

|
Google Oneindia Gujarati News

બેન્કમાં એફડી કરાવવા પર હવે ઓફર મળવા લાગી છે. આ ઓફર અતંર્ગત બેન્ક 1 લાખ રૂપિયા સુધીનો ફ્રી હેલ્થ ઈન્સ્યોરન્સ આપી રહી છે. આજકાલ બેન્કો પાસે જમા રકમની અછત છે. બેન્ક પાસે લોનની ડિમાન્ડ છે, પરંતુ લોન આપવા બેન્કને પૈસાની જરૂર છે. આ પૈસા જો બેન્કને તેના ગ્રાહકો પાસેથી મળી જાય તો વધુ યોગ્ય છે. નહીં તો બેન્કે પોતે લોન લઈને પૈસા લોન તરીકે આપવા પડે છે. આ રીતે લોન લઈને લોન આપવી એ યોગ્ય નથી મનાતું. એટલે જે બેન્ક સારા વ્યાજ દરની સાતે સાથે 1 લાખનો હેલ્થ ઈન્સ્યોરન્સ પણ આપી રહી છે. બેન્કને આશા છે કે આ પ્રકારની સ્કીમથી હેલ્થ ઈન્સ્યોરન્સ ફ્રી મળવા પર લોકો વધુમાં વધુ એફડી કારવશે. તેનાથી બેન્ક પોતાની લોન આપવાની જરૂરિયાત પૂરી કરી શક્શે.

કઈ બેન્કે આપી છે ઓફર

કઈ બેન્કે આપી છે ઓફર

આ ઓફર ICICI બેન્ક લઈને આવી છે. આ પ્રકારની એફડી કરાવવા માટે બેન્ક 6.9 ટકા વ્યાજ આપી રહી છે. આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે ગ્રાહકોએ 2થી 3 લાખની એફડી કરાવવી પડશે. આ ઉપરાંત એફડીની મર્યાદા 2 વર્ષની હોવી જરૂરી છે. તમે ઈચ્છો તો લાંબા સમય માટે પણ એફડી કરાવી શકો છો. ICICI બેન્ક તેની સાથે ફ્રી ઈન્સ્યોરન્સ ICICI લોમ્બાર્ડનો મળશે. આ લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તમે ઈચ્છો તો 1 વર્ષ બાદ પ્રીમિયમ ભરીને ઈન્સ્યોરન્સ રિન્યુ કરાવી શકો છો.

જાણો આ ઓફરમાં કઈ કઈ બીમારીઓ થશે કવર

જાણો આ ઓફરમાં કઈ કઈ બીમારીઓ થશે કવર

ICICI બેન્ક તરફથી મળનારા આ ફ્રી ઈન્સ્યોરન્સ પ્લાનમાં 33 બીમારીઓ કવર થશે. એટલે કે એફડી કરાવનારને 33 બીમારીઓની સારવાર ફ્રી મળશે. આ બીમારીઓમાં અલ્ઝાઈમર, કિડની ફેઈલ્યર, લિવરની બીમારી, પાર્કિસન્સ, ફેફસાની બીમારી અને કેન્સર જેવી ગંભીર બીમારી કવર થશે.

કેવી રીતે હેલ્થ ઈન્સ્યોરન્સ ફ્રી મેળવશો.

કેવી રીતે હેલ્થ ઈન્સ્યોરન્સ ફ્રી મેળવશો.

એફડી સાથે ફ્રી હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનનો લાભ લેવા માટે બેન્કની શાખામાં જવું પડશે. આ પ્લાન વિશે જાણવા ઈચ્છો તો લિંક પર ક્લિક કરી શકો છો.

શું કહે છે બેન્ક

શું કહે છે બેન્ક

ICICI બેન્કનું કહેવું છે કે નાણાકીય માર્કેટમાં અનિશ્ચિતતા વચ્ચે એફડી ભરોસાનું પ્રતીક છે. ત્યારે આ ફીચર જોડવું એ સારો વિકલ્પ છે, જેને બેન્કે સ્વીકાર્યો છે. ICICI બેન્કનું કહેવું છે કે એફડીમાં આ નવા ફીચર પ્રત્યે ગ્રાહકોમાં ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સનું કહેવું છે કે આ એકદમ નવી ઓફર છે. ICICI બેન્કની આ સ્કીમને કારણે રોકાણકારોને ગેરેન્ટેડ રિટર્નની સાથે બીમારીઓ વિરુદ્ધ આરોગ્યની સુરક્ષા પણ મળશે.

આ પણ વાંચો: લોન મેળો: સરકારી બેંકોએ 9 દિવસમાં 81,700 કરોડની લોનનું વિતરણ કર્યું

English summary
If you do this FD you will get 1 lakh health insurance for free
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X