લોન્ચિંગ પહેલાં મારૂતિ અલ્ટો 800નું ઓનલાઇન બુકિંગ શરૂ

મારૂતિએ પહેલીવાર નવી કાર બજારમાં ઉતાર્યાના 15 દિવસ પહેલાં તેની ડિલેવરી શરૂ કરે દિધી છે. મોટાભાગે કાર કંપનીઓ નવા મોડલના ઓફિશીયલ લોન્ચિંગ બાદ તેની ડિલેવરી શરૂ કરી દિધી છે. આ ફાઇનાન્સિયલ વર્ષમાં કંપનીના વેચાણ પર દબાણ છે. આવા સમયે દેશની સૌથી મોટી કંપની તહેવારોની સિઝન પહેલાં પ્રી-ઓર્ડરના માધ્યમથી ગ્રાહકોને ખેંચવાના પ્રયત્નો કરે છે.
મારૂતિના ડીલર્સનું કહેવું છે કે નવા લુકવાળી અલ્ટોમાં ઘણા પરિવર્તન કરવામાં આવ્યા છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ 796 સીસીવાળું પેટ્રોલ એન્જીન, જે 22.7 કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ આપે છે. જે જુની અલ્ટો કરતાં 15 ટકા વધારે છે. નવી અલ્ટોના એક્સટીરિયરને પણ મોર્ડન લુક આપવામાં આવ્યો છે જ્યારે ઇન્ટીરિયરમાં ડ્યુઅલ ટોન અપહોલ્સટ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરક્ષા માટે એરબેગ આપવામાં આવી છે. આરામદાયક રીતે બેસવા માટે લેગસ્પેસ વધારવામાં આવી છે. જેમાં હેડરૂમ પણ છે 15 એમમેમ વધારે છે.
મારૂતિ સીએનજી શ્રેણીનું પણ મોડલ રજૂ કરી શકે છે. દિલ્હીમાં મારૂતિના એક ડીલરે જણાવ્યું હતું કે 'અમને 100 અલ્ટો ડિલેવરી માટે મળી છે અને 16 ઑક્ટોબરના રોજ કાર બજારમાં આવતાંની સાથે અમને વધારે સ્ટોક મળશે એવી આશા છે.
માર્કેટિંગ રિસર્ચ ફર્મ ટીએનએસ ઓટોમોટિવના એક્ઝ્યુકેટિવ ડાયરેક્ટર પ્રદીપ સેક્સેનાનું કહેવું છે કે મારૂતિ પ્રી-ઓર્ડર સ્ટ્રેટેજીની સાથે લોન્ચિંગ પહેલાં અલ્ટો માટે વાતાવરણ ઉભું કરવાના પ્રયત્નો કરી રહી છે. સક્સેનાના જણાવ્યા મુજબ 'ભરચક માર્કેટમાં કોઇપણ પ્રોડક્ટની સફળતા માટે ટાઇમિંગ જરૂરી છે. ફેસ્ટિવલ સિઝનમાં માંગને પૂરી પાડવા માટે કંપની પોતાના ડિલરોને પર્યાપ્ત સ્ટોક મોકલાવશે. સતત 10 વર્ષથી અલ્ટો દેશમાં સૌથી વેચાણ ધરાવતી કાર છે.












Click it and Unblock the Notifications
