નોકિયાનો મોબાઇલ બિઝનેસ 5.44 અરબ યૂરોમાં ખરીદશે માઇક્રોસોફ્ટ

નોકિયાની ડિવાઇસ, સર્વિસેઝ અને પેટેન્ટ્સને માઇક્રોસોફ્ટ 5.44 અરબ યૂરો(અંદાજે 7.2 અરબ અમેરિકન ડોલર અથવા 47520 કરોડ રૂપિયા)માં ખરીદશે. બન્ને કંપનીઓ વચ્ચે મંગળવારે આ સોદો થયો છે. માઇક્રોસોફ્ટે નોકિયાની ડિવાઇસ અને સર્વિસેઝ માટે 3.79 યૂરો અને પેટંટ્સ માટે 1.65 અરબ યૂરોની ચૂકવણી કરવી પડશે. કરાર હેઠળ નોકિયાના ચીફ એક્ઝિક્યૂટિવ સ્ટિફન ઇલોપ પોતાનુ પદ છોડીને ડિવાઇસ અને સર્વિસેઝ ડિવિઝનના એક્ઝિક્યૂટિવ વાઇસ પ્રેસિડેન્ટ બનશે.

નોકિયા અને માઇક્રોસોફ્ટ વચ્ચે થયેલો આ કરાર 2014ની પહેલા ત્રિમાસિક સુધી ફાઇનલ થઇ જશે. જો કે, તેના માટે નોકિયાના શેર હોલ્ડર, રેગ્યુલેટરી એપ્રુવલ અને અન્ય ક્લોઝિંગ કન્ડિશનને પણ પૂર્ણ કરવી પડશે. નોકિયા અને માઇક્રોસોફ્ટ વચ્ચે આ પહેલા ફેબ્રુઆરી 2011માં પાર્ટનરશિપની ડીલ થઇ હતી. આ નવા કરાર હેઠળ નોકિયાના અંદાજે 32000 કર્મચારી માઇક્રોસોફ્ટમાં ટ્રાન્સફર થશે.

nokia
માઇક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર સ્ટીવ બામરે કહ્યું કે, બન્ને કંપનીઓ વચ્ચે થયેલા કરાર, એમ્પ્લોય્ઝ, શેર હોલ્ડર અને કન્ઝ્યૂમર તમામ માટે સારા સાબિત થશે. બામર અનુસાર, પોન, ડિવાઇસ અને સર્વિસેઝ સેક્ટરમાં માઇક્રોસોફ્ટને નોકિયાના અનુભવથી ઘણો ફાયદો થશે અને કંપનીનો નફો વધશે. નોકિયા બોર્ડ ઓફ ડિરેક્ટરના ચેરમેન અને આ કરાર બાદ નોકિયાના ઇન્ટરિમ સીઇઓ બનેલા રિસ્ટો સિલાસ્માએ કહ્યું કે, આ કરાર કંપનીને નાણાકીય મજબૂત પ્રદાન કરશે, સાથે જ શેર હોલ્ડર્સને પણ તેનાથી નફો મળશે.

આ સાથે જ માઇક્રોસોફ્ટે પોતાના નવા ડેટા સેન્ટર માટે ફિનલેન્ડને પસંદ કર્યું છે, જેનાથી યૂરોપમાં સ્થિત માઇક્રોસોફ્ટ કન્ઝ્યૂમર્સને સર્વિસ આપવામાં સુવિધા રહે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X