Stock Market Today : મધ્ય પૂર્વના તણાવે રોકાણકારોને રડાવ્યા, સેન્સેક્સ-નિફ્ટી ઉંઘા માથે પડ્યા

મધ્ય પૂર્વના દેશોમાં વધી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના ગંભીર સંઘર્ષને કારણે રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાતા બજારમાં મોટો કડાકો બોલ્યો છે.

સોમવારે ટ્રેડિંગની શરૂઆતમાં જ સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ગગડી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ 24,900ની સપાટી તોડી નીચે આવી ગયો હતો. વૈશ્વિક નકારાત્મક સંકેતોને કારણે ભારતીય શેરબજારમાં અંદાજે 3 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે.

બજારમાં આ ઘટાડા પાછળ ઇરાનના સર્વોચ્ચ નેતાના કથિત મૃત્યુના સમાચાર મુખ્ય કારણ માનવામાં આવે છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા રોકાણકારોએ જોખમી ગણાતા શેરોમાંથી નાણાં ખેંચીને સુરક્ષિત ગણાતી અસ્કયામતોમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે.

યુદ્ધની સ્થિતિને લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 7 ટકાથી વધુનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ હાલમાં 82.40 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયું છે, જે છેલ્લા 14 મહિનાનો સૌથી ઉંચો ભાવ છે.

ઇરાન દ્વારા હોર્મુઝથી જહાજોની અવરજવર બંધ કરવાની જાહેરાત કરવામાં આવતા તેલના પુરવઠા પર જોખમ તોળાયું છે. ભારત તેના કુલ ક્રૂડ ઓઇલની જરૂરિયાતનો 40 ટકા હિસ્સો આ માર્ગ દ્વારા જ આયાત કરે છે.

વૈશ્વિક બજારની આ અસ્થિરતાને જોતા ભારત સરકાર અને સ્થાનિક ઓઇલ રિફાઇનિંગ કંપનીઓ સાવચેત બની છે. હાલમાં તમામ સંબંધિત વિભાગો દ્વારા ક્રૂડ ઓઇલના સ્ટોક લેવલની ગંભીરતાથી સમીક્ષા કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X