For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટૂંક સમયમાં મોબાઇલ કોલ રેટ્સ વધશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 એપ્રિલ : કેન્‍દ્રનાં એક નવા ફરમાનને કારણે એસએમએસ અને મોબાઇલ કોલ દરોમાં વધારો થવાની શકયતા છે. રોડ ટ્રાન્‍સપોર્ટ અને હાઇ વે મંત્રાલયે રાષ્‍ટ્રીય રાજમાર્ગ પર સ્‍થાપવામાં આવેલા ટાવરો અને કેબલ માટેની લાઇસન્‍સ ફી વસુલવાનો નિર્ણય લીધો છે. જેના પગલે કંપનીઓ આ રકમ ગ્રાહક પાસેથી વસૂલ કરશે.

કંટ્રોલ ઓફ એનએચ એકટ 2002 (લેન્‍ડ એન્‍ડ ટ્રાફિક)ને ટાંકીને જણાવવામાં આવ્‍યું છે કે હાઇ વેની જમીનનો ઉપયોગ કરનાર મોબાઇલ ઓપરેટરો પાસેથી વાર્ષિક લાઇસન્‍સ ‘ફી' વસુલવામાં આવશે. નવા ટાવર અને કબલ બિછાવવા માટે આ ‘ફી' ચુકવવાની રહેશે.

mobile-tower

આ માટે મોબાઇલ ઓપરેટરોએ વાર્ષિક એક સામટી ફી ચુકવવી પડશે જેની અસર મોબાઇલ ધારકોનાં બિલ પર પડી શકે છે. આ નવો નિયમ બીજી એપ્રિલથી લાગુ કરવામાં આવ્‍યો છે. વળી ગ્રામીણ વિસ્‍તારો, નગર પાલિકા ક્ષેત્ર (10 લાખની વસ્‍તી) અને મહાનગરોથી પસાર થનારા હાઇ વેની લાઇસન્‍સ ‘ફી' અલગ અલગ હશે.

મંત્રાલયે પ્રથમવાર ટાવર્સ અને કેબલ પર લાઇસન્‍સ ‘ફી' લગાવી છે અને આ માટે ઓપરેટરોએ તોતીંગ ‘ફી' ચુકવવી પડશે. અને આ પૈસા ઓપરેટરો કરોડો મોબાઇલ ધારકો પાસેથી વસુલશે.

English summary
Mobile call rates will costlier soon after governments new order.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X