આ સેક્ટર્સમાં સૌથી વધારે બ્લેક મની છે, મોદી સરકારે જણાવ્યું
મોદી સરકારના છેલ્લા કાર્યકાળ અને આ કાર્યકાળમાં બ્લેક મની પર હુમલો સૌથી ટૉપ પર છે. તેથી સરકારે સંસદમાં એક રિપોર્ટ રજૂ કરી છે.
મોદી સરકારના છેલ્લા કાર્યકાળ અને આ કાર્યકાળમાં બ્લેક મની પર હુમલો સૌથી ટૉપ પર છે. તેથી સરકારે સંસદમાં એક રિપોર્ટ રજૂ કરી છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે બ્લેક મની કેવી રીતે વિદેશમાં જાય છે અને દેશમાં તે કયા બિઝનેસ સેક્ટર છે, જ્યાં સૌથી વધુ બ્લેક મની જનરેટ થાય છે. દેશ 3 પ્રતિષ્ઠિત સંસ્થાઓ એનઆઈપીએફપી, એનસીએઇઆર અને એનઆઈએફએમ દ્વારા અલગ અલગ સંશોધન કરવામાં આવ્યું છે, જેના આધારે એક રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: હવે બેંકોથી કેશ ઉપાડવું પડશે મોંઘુ, આપવો પડશે વધુ ટેક્સ

શું કહી રહી છે રિપોર્ટ
સંસદમાં રજૂ આ રિપોર્ટ અનુસાર વર્ષ 1998 થી 2010 વચ્ચે ભારતીયોએ દેશની બહાર 15 લાખ કરોડ રૂપિયાથી લઈને 34 લાખ કરોડ રૂપિયા (216.48 અબજ ડોલરથી 490 અબજ ડોલર સુધી) ની વચ્ચે બ્લેક મની જમા કરી. આ રિપોર્ટ અનુસાર સૌથી વધુ બ્લેક મની જમા કરનારા સેક્ટર્સમાં જનરેટ થાય છે તે છે રિયલ એસ્ટેટ, માઇનિંગ, ફાર્માસ્યુટિકલ્સ, પાન મસાલા, ગુટખા, તમાકુ, બુલિયન, કોમોડિટી, ફિલ્મ અને એજ્યુકેશન સામેલ છે. માર્ચ, 2011 માં નાણા મંત્રાલયે એનઆઈપીએફપી, એનસીએઇઆર અને એનઆઈએફએમથી દેશની અંદરની અને બહારની બ્લેક મની અને મિલકતનું મૂલ્યાંકન કરવાનું કહ્યું હતું.

અનુમાન પર આધારિત છે આ રિપોર્ટ
આ 3 સંસ્થાઓની અલગ અલગ રિપોર્ટમાંમાં બ્લેક મની પર અનુમાન જણાવ્યું છે. આ રિપોર્ટ મુજબ, ન તો બ્લેકમની ઉત્પન્ન થવા અથવા જમા થવા પર કોઈ પણ વિશ્વાસપાત્ર અનુમાન છે, અને ન તો આ પ્રકારના અનુમાન માટે કોઈ પણ સ્વીકાર્ય રીત છે.

રિપોર્ટ નિષ્કર્ષ
-અહેવાલ અનુસાર, નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાય્ડ ઇકોનોમિક્સ રિસર્ચ (એનસીએઇઆર) એ જણાવ્યું છે કે 1980-2010 દરમિયાન ભારતની બહાર 384 અબજ ડૉલરથી 490 અબજ ડૉલરની વચ્ચે બ્લેક મની જમા હોવાનું અનુમાન છે.
-નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ (એનઆઈએફએમ) જણાવ્યું હતું કે રિફોર્મ પિરિયડ (1990-2008) દરમિયાન ભારતથી લગભગ 216.48 અબજ ડોલરની ગેરકાયદેસર સંપત્તિ વિદેશ મોકલવામાં આવી હતી.
-નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક પોલિસી એન્ડ ફાઇનાન્સ (એનઆઈપીએફપી) એ જણાવ્યું હતું કે 1997 થી 2009 દરમિયાન ગેરકાયદે ફંડનું આઉટફ્લો જીડીપીની તુલનામાં 0.2 ટકાથી 7.4 ટકા વચ્ચે રહેવાનું અનુમાન છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
