For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર-બાઈક લેવી થશે મોંઘી, જાણો મોદી સરકારની યોજના

મોદી સરકાર ટૂંક સમયમાં જ વાહનોની રજિસ્ટરેશન ફી અને બીજી વખત રજિસ્ટ્રેશનની ફીમાં મોટો વધારો કરવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકાર ટૂંક સમયમાં જ વાહનોની રજિસ્ટરેશન ફી અને બીજી વખત રજિસ્ટ્રેશનની ફીમાં મોટો વધારો કરવા જઈ રહી છે. મનાઈ રહ્યું છે કે સરકાર આમ કરીને ઈલેક્ટ્રોનિક વાહનોનો વપરાશ વધારવા ઈચ્છે છે. સરકારના આ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલના વાહનોને અસર થશે. રજિસ્ટ્રેશન ફીમાં આ વધારો અનેક ગણો થાય તેવી શક્યતા છે. તો ઈલેક્ટ્રેનિક વાહનોનું રજિસ્ટ્રેશન અને તેને રિન્યુ કરવાનું ફ્રી છે. આ મામલે કેન્દ્રીય માર્ગ પરિવહન તેમ જ રાજમાર્ગ મંત્રાલયે નોટિફિકેશન જાહેર કરીને લોકો પાસેથી 30 દિવસમાં સલાહ માગી છે. આ નોટિફિકેશન આખા દેશમાં લાગુ થશે. આ નિયમ લાગુ થવાથી નવું વાહન ખરીદવું થોડુ મોંઘુ પડશે, તો જૂના વાહનોની કિંમત પર પણ અસર થશે.

ઈલેક્ટ્રોનિક વાહન પર કોઈ ફી નહીં

ઈલેક્ટ્રોનિક વાહન પર કોઈ ફી નહીં

માર્ગ પરિવહન મંત્રાલયના એક અધિકારીના કહેવા પ્રમાણે આગામી 40થી 45 દિવસમાં આ પ્રસ્તાવિત વધારા પર તમામ પક્ષનો મત જાણવામાં આવશે. જે બાદ પ્રસ્તાવમાં આ જ પ્રમાણે સંશોધન કરીને ફાઈનલ ફી નક્કી કરી નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. પરંતુ સરકાર ઈલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહિત કરવા માટે તેની રિજસ્ટ્રેશન ફીમાં છૂટનો વટહુકમ જાહેર કરી ચૂકી છે. આ ઉપરાંત ઈ વાન પર જીએસટી 12 ટકાથી ઘટીને 5 ટકા કરી દેવાયું.

ટોપ 10 મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ, FD કરતા સારું રિટર્ન આપે છેટોપ 10 મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ, FD કરતા સારું રિટર્ન આપે છે

જાણો કાર પર કેટલી વધશે રજિસ્ટ્રેશન ફી

જાણો કાર પર કેટલી વધશે રજિસ્ટ્રેશન ફી

નવા મુસદ્દા પ્રમાણે પેટ્રોલ કે ડીઝલ કારના રજિસ્ટ્રેશન માટે 5 હજારન ફી પ્રસ્તાવિત છે. તો જૂના પેટ્રોલ અને ડીઝલ વાહનના પુનઃરજિસ્ટરેશન માટે 10 હજાર ફી આપવી પડશે. આ બંને ફીમાં 9થી 17 ગણો વધારો પ્રસ્તાવિત છે. હાલ રજિસ્ટ્રેશન ફી 600 રૂપિયા છે.

દ્વિચક્રી વાહનોનું રજિસ્ટ્રેશન થશે મોંઘું

દ્વિચક્રી વાહનોનું રજિસ્ટ્રેશન થશે મોંઘું

સરકાર તરફથી જાહેર કરાયેલા નવા મુસદ્દા પ્રમાણે નવા દ્વિચક્રી વાહનોની રજિસ્ટ્રેશન ફીમાં 20 ગણો વધારો પ્રસ્તાવિત છે. નવા દ્વિચક્રી વાહનોની રજિસ્ટ્રેશન ફી હાલ 50 રૂપિયા છે. સરકાર તે વધારીને 1000 કરવા ઈચ્છે છે. દ્વિચક્રી વાહનોમાં પુનઃરજિસ્ટ્રેશન ફીમાં 40 ગણો વધારો કરવાનો પ્રસ્તાવ છે. જૂના દ્વિચક્રી વાહનોના રજિસ્ટ્રેશનના નવીનીકરણ પર હવે 50ના બદલે 2 હજાર ફી લાગી શકે છે.

કૅબના રજિસ્ટ્રેશન ફીમાં થશે 10થી 20 ટકાનો વધારો

કૅબના રજિસ્ટ્રેશન ફીમાં થશે 10થી 20 ટકાનો વધારો

આ નવા માળખા પ્રમાણે નવી કૅબની રજિસ્ટ્રેશન ફીમાં 10 ગણો વધારો થઈ શકે છે, તો જૂની કૅબની રજિસ્ટ્રેશન ફીમાં 20 ગણો વધારો પ્રસ્તાવિત છે. હલ નવી અને જૂની બંને કૅબની રજિસ્ટ્રેશન ફી 1000 રૂપિયા છે. સરકાર હવે નવી કૅબની રજિસ્ટ્રેશન ફી 10 હજાર રૂપિયા અને જૂની કૅબની રજિસ્ટ્રેશન ફી 20 હજાર કરવાનો પ્રસ્તાવ લાવી છે.

વિદેશથી વાહન મગાવવા પર વધુ ફી

વિદેશથી વાહન મગાવવા પર વધુ ફી

સરકાર વિદેશથી મગાવવામાં આવતા વાહનો પર પણ રજિસ્ટ્રેશન ફી વધારવાની તૈયારી કરી રહી છે. નોટિફિકેશન પ્રમાણે આવા વાહનો પર સરકાર રજિસ્ટ્રેશન ફી 8 ગણી કરી શકે છે. હાલ આયાતિત વાહનોની રજિસ્ટ્રેશન ફી 5 હજાર રુપિયા છે. સરકાર તેને વધારીને 40 હજાર કરી શકે છે. હાલ આયાતિત દ્વિચક્રી વાહનોની રજિસ્ટ્રેશન ફી 2,500 રૂપિયા ચે. જેને વધારીને 20 હજાર કરવનો પ્રસ્તાવ છે.

કમર્શિયલ વાહનોની રજિસ્ટ્રેશન ફી વધશે

કમર્શિયલ વાહનોની રજિસ્ટ્રેશન ફી વધશે

સરકારે જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે ટ્રક અને બસ સહિત અન્ય ભારે કમર્શિયલ વાહનોના રજિસ્ટ્રેશન અને નવી રજિસ્ટ્રેશન ફીમાં 27 ટકાનો વધાર કરાઈ રહ્યો છે. સરકાર ઈચ્છી રહી છે કે લોકો પોતાના 15 વર્ષ જૂના કમર્શિયલ વાહનોને ફરી રજિસ્ટર કરવાના બદલે ફેંકી દે.

ફિટનેસ સર્ટિફિકેટ અંગે પણ ઉલ્લેખ

ફિટનેસ સર્ટિફિકેટ અંગે પણ ઉલ્લેખ

જો નોટિફિકેશન હાલની સ્થિતિમાં જ લાગુ થયું તો 15 વર્ષ જૂના વાહનોએ દર વર્ષે 2 વખત ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે. હાલ આવા વાહનોએ વર્ષમાં એક જ વાર ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડે છે. તો સરકાર મેન્યુઅલ અને ઓટોમેટિક ફિટનેસ ટેસ્ટની ફી પણ વધારવા જઈ રહી છે. નવા માળખા પ્રમાણે તેના માટે રોજ 50 રૂપિયા લેવામાં આવશે. જો 15 વર્ષ જૂના કમર્શિયલ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ પુરુ થઈ ગયું હોય અને નવું સર્ટિફિકેટ ન લીધું હોય તેમની પાસેથી આ દંડ લેવામાં આવશે.

English summary
modi government want to increase registration fees of vehicles
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X