For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાતામાં 15 લાખ રૂપિયા નાખવાના સમાચારથી લોકોની ભીડ જામી

પૈસા મનુષ્ય પાસે કંઇપણ કરાવી શકે છે, તમે આ વિશે સાંભળ્યું જ હશે. પરંતુ તે જોવા માટે આટલું જલ્દી મળશે તે વિચાર્યું પણ ન હોય. આ મામલો કેરળના મુન્નાર શહેરનો છે

|
Google Oneindia Gujarati News

પૈસા મનુષ્ય પાસે કંઇપણ કરાવી શકે છે, તમે આ વિશે સાંભળ્યું જ હશે. પરંતુ તે જોવા માટે આટલું જલ્દી મળશે તે વિચાર્યું પણ ન હોય. આ મામલો કેરળના મુન્નાર શહેરનો છે, જ્યાં બેંકોની બહાર ઘણા કિલોમીટર સુધી લોકોની ભીડ થઇ રહી છે. લોકો કલાકો અને કલાકો સુધી તડકામાં ઉભા રહીને તેમના વારાની રાહ જોઈ રહ્યા છે. બેંકમાં ખાતું ખોલાવવા માટે બેંકોની બહાર ભીડ જમા થઈ રહી છે. હકીકતમાં, વોટ્સએપ દ્વારા એક સમાચાર ફેલાઈ રહ્યા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવાના છે. આ સમાચાર ફેલાતાં જ લોકો તેમનું બેંક ખાતું ખોલવા પહોંચી રહ્યા છે.

સોશિયલ મીડિયાથી સમાચાર ફેલાયા

સોશિયલ મીડિયાથી સમાચાર ફેલાયા

તમને જણાવી દઈએ કે કેરળના મુન્નારમાં સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાયા છે કે મોદી સરકાર દરેકના ખાતામાં 15 લાખ જમા કરાવવા જઈ રહી છે. આ સમાચાર વોટ્સએપ દ્વારા ફેલાઈ રહ્યા છે. મેસેજમાં લખ્યું છે કે પોસ્ટલ બેંકમાં જેમના ખાતા હશે, સરકાર તેમના ખાતામાં 15 લાખ જમા કરશે. આ હકીકતને સાચી માનીને, લોકો પોસ્ટલ બેંકમાં ખાતું ખોલવા માટે મોટી સંખ્યામાં બેંકો અને પોસ્ટ ઓફિસમાં પહોંચી રહ્યા છે. જ્યારે તેમને ખબર પડી કે આ એક ખોટા સમાચાર છે, તો બધા પાછા આવ્યા.

સોશિયલ મીડિયા પર જમીન મેળવવાના પણ સમાચાર ફેલાયા

સોશિયલ મીડિયા પર જમીન મેળવવાના પણ સમાચાર ફેલાયા

સમાચાર ફેલાતાની સાથે જ છેલ્લા ત્રણ દિવસમાં મુન્નારમાં 1050 થી વધુ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. જોકે આ પહેલીવાર નથી. અગાઉ દેવિકુલમ આરડીઓ કચેરીમાં આ જ રીતે લોકોની લાઇનો લાગી હતી, જ્યારે સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાયા હતા કે સરકાર જલ્દીથી બેઘર લોકોને મકાનો અને જમીન આપવા જઈ રહી છે. હમણાં, લોકોને આ ફેક સમાચારની સત્યતા જાણવા મળી ગઈ છે. હવે લોકો સોશિયલ મીડિયા પર ફેલાવામાં આવેલા આ મેસેજને સાચો માની બેંકમાં પોસ્ટલ ખાતા ખોલાવવા માટે પહોંચી રહ્યા છે.

અફવાઓ ફેલાવનાર લોકો પર કાર્યવાહીના નિર્દેશ

અફવાઓ ફેલાવનાર લોકો પર કાર્યવાહીના નિર્દેશ

જણાવી દઈએ કે જ્યારે બેંક અને પોસ્ટ ઓફિસની બહાર ઉભા રહેલા લોકોને આ સમાચાર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેઓ કહે છે કે પીએમ મોદી પોતાનું વચન પૂરા કરી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે તેઓ એક નોટિસ જારી કરી આ સમાચારની સત્યતા લોકોને જણાવી અને આ સમાચારને ફેક સમાચાર જણાવ્યા, પરંતુ લોકો તે સ્વીકારવા તૈયાર નથી. હવે પોલીસે અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે.

English summary
Modi Sarkar Is Depositing 15 Lakh, Fake News is Spreading In Munnar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X