RBI MPC Meeting : નાણાકીય નીતિ થશે નક્કી, 8 ફેબ્રુઆરીએ જાહેર થશે Repo Rate
RBI MPC Meeting : RBIની ત્રણ દિવસીય MPC બેઠક આજથી શરૂ થઈ ગઈ છે. મધ્યસ્થ બેંકે છેલ્લી પાંચ MPC બેઠકમા પાંચ વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. હાલમાં રેપો રેટ 6.25 ટકા છે.
RBI MPC Meeting : ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ નક્કી કરવા માટે નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી શરુ થવા જઇ રહી છે. જેના પરિણામો 8 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડ રિઝર્વ તરફથી વ્યાજ દરોમાં વૃદ્ધિમાં ઘટાડો કર્યો છે.

આ બેઠકમાં પણ કેન્દ્રીય બેંક સમક્ષ સૌથી મોટો મુદ્દો મોંઘવારી ઘટાડવાનો હશે, કારણ કે 2022ના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં ફુગાવાનો દર RBI દ્વારા નિર્ધારિત 2-6 ટકાના ફુગાવાના બેન્ડથી ઉપર રહ્યો છે. જોકે, નવેમ્બર અને ડિસેમ્બરમાં ફુગાવાનો દર 6 ટકાથી નીચે રહ્યો છે.
વ્યાજદરમાં સંભવિત વધારો
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા હાઉસિંગ ડોટ કોમના ગૃપ સીઈઓ ધ્રુવ અગ્રવાલે જણાવ્યું હતું કે, આરબીઆઈ તરફથી વ્યાજ દરમાં વધારો ચાલુ રહી શકે છે.
PwC India ખાતે આર્થિક સલાહકાર સેવાઓના ભાગીદાર અને નેતા રુનેન બેનર્જીએ જણાવ્યું હતું કે, યુએસ ફેડ દ્વારા 25 બેસિસ પોઈન્ટનો વધારો અપેક્ષિત છે. મોંઘવારી દર પણ આરબીઆઈ દ્વારા નિર્ધારિત મહત્તમ સ્તરથી નીચે છે. વ્યાજ દર વધારવા માટે MPC સમક્ષ ઘણા બધા વિકલ્પો બાકી નથી.
કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, RBI MPC રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કરીને 6.5 ટકા કરી શકે છે.












Click it and Unblock the Notifications
