આજથી મધર ડેરીએ દૂધના ભાવમાં કર્યો 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો
દેશની મોટી દૂધ કંપની મધર ડેરીએ દૂધના ભાવમાં આજથી વધારો કર્યો છે. આજથી દિલ્લી-એનસીઆરમાં ગાયના દૂધની કિંમત બે રૂપિયા વધારી દેવામાં આવી છે. કંપનીના નવા ભાવ લાગુ થયા બાદ ગાયના દૂધની કિંમત 44 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. કંપની તરફથી કહેવામાં આવ્યુ છે કે તે ખેડૂતોને કાચુ દૂધ ખરીદવા માટે વધુ પૈસા ચૂકવી રહી છે જેના કારણે તેમને ગાયના દૂધની કિંમતો વધારવા માટે મજબૂર થવુ પડ્યુ છે.
જો કે મધર ડેરી કંપનીએ અન્ય દૂધની કિંમતોમાં વધારો કર્યો નથી. મધર ડેરીના પ્રવકતા તરફથી કહેવામાં આવ્યુ છે કે છેલ્લા બે મહિનામાં ગાયના કાચા દૂધની ખરીદીમાં તેને વધુ ચૂકવણી કરવી પડી છે. દૂધના નવા ભાવ આજથી લાગુ થઈ ગયા છે ત્યારબાદ અડધા લિટર દૂધના પેકેટની કિંમત 23 રૂપિયા છે જ્યારે એક લિટર દૂધના પેકેટની કિંમત 44 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે મધર ડેરી દિલ્લી-એનસીઆરમાં 30 લાખ લિટર દૂધ પૂરુ પાડે છે જેમાં આઠ લાખ લિટર ગાયનુ દૂધ હોય છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા કંપનીએ 24 મેના રોજ દૂધની કિંમતોમાં વધારો કર્યો હતો. કંપનીએ તે વખતે પણ બે રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. કંપની તરફથી કહેવામાં આવ્યુ હતુ કે ખેડૂત પાસેથી કાચુ દૂધ વધુ ભાવે મળી રહ્યુ છે જેના કારણે તેને કિંમતો વધારવી પડી છે.
આ પણ વાંચોઃ