ટાઈમના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં મુકેશ અંબાણી સામેલ
નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ટાઈમ મેગેઝિને 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ કર્યા છે. ભારતમાં એલજીબીટીક્યૂ અધિકારોની કાનૂની લડાઈની આગેવાની કરનાર અરુંધતિ કાત્ઝૂ અને મેનકા ગુરુસ્વામીને પણ આ યાદીમાં જગ્યા મળી છે. ટાઈમ મેગેઝીનની આ યાદી બુધવારે જાહેર કરવામાં આવી હતી.
'ટાઈમ 100 સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિ 2019'ની યાદીમાં દુનિયાના સૌથી પ્રભાવશાળી નેતૃત્વકર્તાઓ, નેતાઓ, અસાધારણ વ્યક્તિત્વ, કલાકારોને પણ સામેલ કરવાાં આવ્યા છે. મુકેશ અંબાણીને આ યાદીમાં સૌથી પ્રભાવશાળી ટાઈટન્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
ટાઈમની 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ સામેલ છે. જ્યારે તેમના ઉપરાંત પોપ ફ્રાંસિસ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ અને ભારતીય-અમેરિકી કૉમેડિયન હસન મિનહાઝનું નામ પણ સામેલ છે.
આનંદ મહિન્દ્રાએ લખી મુકેશ અંબાણીની પ્રોફાઈલ
ટાઈમ 100 પ્રોફાઈલમાં મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ લખ્યું છે અંબાણીનું વિઝન તેમના પિતાની સરખામણીએ વધુ મહત્વકાંક્ષી છે, જેમના આશિર્વાદ તેઓ દરેક કેમ્પેઈનને લૉન્ચ કરતી વખતે લે છે. તેમણે લખ્યું છે કે અંબાણીએ જે માપદંડ પર રિલાયન્સ જિયો મોબાઈલ ડેટા નેટવર્ક લૉન્ચ કર્યો છે, તેણે અત્યાર સુધીમાં ભાજપમાં 28 કરોડથી વધુ લોકો 4જી સાથે જોડવાનું કામ કર્યું છે અને તે કોઈપણ માપદંડ પર બહુ પ્રભાવશાળી છે.
મુકેશ અંબાણી એક ભારતીય બિઝનેસમેન છે જેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર અને સૌથી મોટા શેરધારક છે. મુકેશ અંબાણી હુરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં દુનિયાના 10 સૌથી અમીર લોગોની યાદીમાં જગ્યા બનાવી શક્યા છે.
વિજય માલ્યાએ ટવિટ કરીને પીએમ મોદી પર મોટું નિવેદન આપ્યું