For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજય માલ્યાએ ટવિટ કરીને પીએમ મોદી પર મોટું નિવેદન આપ્યું

દેશની ઘણી બેન્કોને હજારો કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને ફરાર થયેલા વિજય માલ્યાએ ફરી એકવાર પીએમ મોદી પર પ્રહાર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

દેશની ઘણી બેન્કોને હજારો કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને ફરાર થયેલા વિજય માલ્યાએ ફરી એકવાર પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. વિજય માલ્યાએ ટવિટ કરીને આરોપ લગાવ્યો છે કે પીએમ મોદી ખોટું બોલી રહ્યા છે અથવા દેશની બેંકો ખોટું બોલી રહી છે. તેમને આરોપ લગાવ્યો કે ભારત સરકાર પ્રાઇવેટ કંપની અને સરકારી કંપનીઓ વચ્ચે ભેદભાવ કરી રહી છે. વિજય માલ્યા ઘ્વારા દાવો કરવામાં આવ્યો કે સરકારે મારી પાસેથી દેવા કરતા વધારે પૈસા વસૂલ કર્યા છે પરંતુ લંડનમાં આ બેંકો કંઈક અલગ જ દાવો કરી રહી છે.

આ પણ વાંચો: રાજ બબ્બરે કર્યો પીએમ મોદી પર કટાક્ષ - જ્યારે રંગે હાથ પકડાયા તો આલાપ્યો 'પછાત'નો રાગ

કોઈ તો ખોટું બોલી રહ્યું છે

કોઈ તો ખોટું બોલી રહ્યું છે

વિજય માલ્યાએ ટવિટ કરીને કહ્યું કે પીએમ મોદીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સરકારે મારી પાસેથી દેવા કરતા પણ વધારે પૈસા વસૂલ કર્યા છે. પરંતુ પ્રધાનમંત્રીના દાવાથી અલગ લંડનમાં ભારતની બેંકો કહી રહી છે કે હું હજુ પણ તેમનો દેવાદાર છું. તેવી સ્થિતિમાં કોના પર વિશ્વાસ કરવામાં આવે, ક્યાં તો પીએમ ખોટું બોલી રહ્યા છે ક્યાં તો બેંકો ખોટું બોલી રહી છે.

સરકાર ભેદભાવ કરી રહી છે

વિજય માલ્યા ઘ્વારા જણાવવામાં આવ્યું કે સરકાર ખાનગી કંપનીઓ અને સરકારી કંપનીઓ વચ્ચે ભેદભાવ કરી રહી છે. સરકારે જેટને મદદ કરી પરંતુ કિંગ ફિશરને આર્થિક સંકટથી બહાર લાવવામાં કોઈ મદદ કરી ના હતી. તેમને કહ્યું કે એક સમય હતો જયારે જેટ કિંગફિશરની સૌથી મોટી ટક્કર હતી, પરંતુ આજે તેની હાલત જોઈને દુઃખ થાય છે. સરકારે એર ઇન્ડિયાને આર્થિક સંકટથી બહાર કાઢવા માટે 35000 કરોડ રૂપિયાની મદદ કરી હતી.

બેન્ક પૈસા પાછા કેમ નથી લઇ રહ્યા

બેન્ક પૈસા પાછા કેમ નથી લઇ રહ્યા

બેંકો પાસેથી લેવામાં આવેલા પૈસા પાછા કરવાની રજૂઆત કરતા વિજય માલ્યાએ કહ્યું કે એક સમય હતો જયારે કિંગ ફિશર એરલાઈન્સ ખુબ જ ઝડપથી આગળ વધી. મેં તેમાં ખુબ જ વધારે પૈસાનું રોકાણ કર્યું હતું. આ વાત સાચી છે કે કિંગફિશરે બેંકો પાસેથી દેવું લીધું હતું. હું બેંકોનું બધું જ દેવું પાછું કરવા માટે તૈયાર છું, પરંતુ બેંકો તે પૈસા કેમ નથી લઇ રહ્યા. બેંકો મારા પ્રસ્તાવ પછી પણ મારા પર અપરાધિક આરોપો લગાવી રહ્યા છે.

English summary
Vijay Mallya alleged that either PM Modi or indian banks are lying
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X