For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ બબ્બરે કર્યો પીએમ મોદી પર કટાક્ષ - જ્યારે રંગે હાથ પકડાયા તો આલાપ્યો ‘પછાત'નો રાગ

મત આપ્યા બાદ રાજ બબ્બરે મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી હાલમાં ‘પછાત’ કાર્ડ રમી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 12 રાજ્યોની 95 સીટો પર મતદાન થઈ રહ્યુ છે. લોકોમાં મત વિશે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીમાં લોકોનું પોલિંગ બુથમાં લાઈનમાં ઉભા રહેવુ તેમની મત પ્રત્યેની જાગૃકતા દર્શાવે છે. આજના તબક્કામાં ઘણા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે જેમાંથી એક છે યુપીના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર કે જે આ વખતે ફતેહપુર સીકરીથી આ ચૂંટણી રણમાં છે. ગુરુવારે તેમણે પણ મત આપ્યો અને લોકોને લોકતંત્રથી બચાવવા માટે ભારે સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી.

રાજ બબ્બરે આપ્યો મત

રાજ બબ્બરે આપ્યો મત

મત આપ્યા બાદ રાજ બબ્બરે મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી હાલમાં ‘પછાત' કાર્ડ રમી રહ્યા છે. જ્યારે કોઈ રંગે હાથ પકડાઈ જાય છે તો જાતિ અને ધર્મનું કાર્ડ રમવા લાગે છે. બબ્બરે કહ્યુ કે રાફેલ મામલાની તપાસ થવી જોઈએ. પોતાના સંસદીય ક્ષેત્ર વિશે તેમણે કહ્યુ કે લોકો અહીં મને વ્યક્તિગત રીતે જાણે છે અને પક્ષમાં મત કરશે એની મને પૂરી આશા છે.

‘પછાત હોવાના કારણે કોંગ્રેસ મને જાતિસૂચક ગાળો આપી'

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે મહારાષ્ટ્રના માઢા (સોલાપુર)માં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યુ હતુ કે પછાત હોવાના કારણે જ કોંગ્રેસ અને તેમના સાથીઓએ મને જાતિસૂચક ગાળો આપવામાં કોઈ કસર બાકી ના રાખી. આટલા મોટો દેશ ચલાવવા માટે મજબૂત નેતા જોઈએ. 2014માં મળેલ ભારે બહુમતના કારણે મોટા નિર્ણયો લઈ શક્યો.

ઓડિશાની 35 વિધાનસભા સીટો પર પણ મતદાન ચાલુ

ઓડિશાની 35 વિધાનસભા સીટો પર પણ મતદાન ચાલુ

તમને જણાવી દઈએ કે આજે બીજા તબક્કામાં તમિલનાડુની 38, કર્ણાટકની 14, ઉત્તરપ્રદેશની 8, અસમ, બિહાર અને ઓડિશાની 5-5, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની 3-3, જમ્મુ કાશ્મીરની 2 અને મણિપુર અને પુડુચેરીની એક-એક સીટો પર મતદાન થઈ રહ્યુ છે. આ સાથે ઓડિશાની 35 વિધાનસભા સીટો પર પણ મતદાન ચાલુ છે.

આ પણ વાંચોઃ તોફાનના તાંડવ બાદ હવે સતાવશે ગરમી, પારો પહોંચશે 40ને પારઆ પણ વાંચોઃ તોફાનના તાંડવ બાદ હવે સતાવશે ગરમી, પારો પહોંચશે 40ને પાર

English summary
UP Congress chief Raj Babbar and party's candidate from Fatehpur Sikri casts his vote at the polling booth in Radha Ballabh Inter College.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X