9 માર્ચે થશે આકાશ અંબાણી અને શ્લોકાના લગ્ન, સ્વિત્ઝરલેન્ડમાં મનાવશે બેચલર પાર્ટી

9 માર્ચે થશે આકાશ અંબાણી અને શ્લોકાના લગ્ન, જાણો ડિટેલ

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીએ પોતાની દીકરી ઈશા અંબાણીના શાહી લગ્ન બાદ હવે પોતાના દીકરા આકાશ અંબાણીના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. આકાશ અંબાણી અને હીરા કારોબારી રસેલ મેહતાની દીકરી શ્લોકા મેહતાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. બંનેના લગ્ન 9 માર્ચે મુંબઈમાં થશે.

9 માર્ચે આકાશ-શ્લોકાના લગ્ન

9 માર્ચે આકાશ-શ્લોકાના લગ્ન

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ આકાશ અને શ્લોકાના લગ્ન 9 માર્ચે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટમાં થશે. લગ્ન સમારોહ જિયો વર્લ્ડ સેન્ટરમાં ત્રણ દિવસ સુધી ચાલશે. અગાઉ આકાશ અંબાણી પોતાના મિત્રોને સ્વિત્ઝરલેન્ડમાં બેચલર પાર્ટી આપશે. લગ્ન 9 માર્ચે થશે, જ્યાં આકાશ અંબાણીની જાન 3.30 વાગ્યે જિયો સેન્ટર જશે. 10 માર્ચે આકાશ અને શ્લોકાનું વેડિંગ સેલિબ્રેશન થશે. 11 માર્ચે વેડિંગ રિસેપ્શન પણ જિયો વર્લ્ડ સેન્ટ્રમાં જ થશે.

સ્વિત્ઝરલેન્ડમાં બેચલર પાર્ટી

સ્વિત્ઝરલેન્ડમાં બેચલર પાર્ટી

જ્યારે આકાશ સ્વિત્ઝરલેન્ડમાં બેચલર પાર્ટી આફશે, જેમાં તેના નજીકના મિત્ર સામેલ થશે. બેચલર્સ પાર્ટી 23-25 ફેબ્રુઆરીએ સ્વિત્ઝરલેન્ડમાં થશે, જેમાં બૉલીવુડના કેટલાય સ્ટાર્સ સામેલ થશે. જેમાં ણબીર કપૂર, કરણ જોહર જેવા નામ પણ સામેલ છે. જણાવી દઈએ કે આકાશ અને શ્લોકાની પ્રી એન્ગેજમેન્ટ પાર્ટી ગોવામાં રાખવામાં આવી હતી, જે બાદ આકાશ અને શ્લોકાના સંબંધનો ખુલાસો થયો હતો.

કોણ છે શ્લોકા

કોણ છે શ્લોકા

જણાવી દઈએ કે શ્લોકા મશહૂર હીરા વેપારી રસેલ મેહતાની નાની દીકરી છે. આકાશ અને શ્લોકાએ એક જ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને બંને બાળપણના મિત્રો છે. ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શ્લોકા 2009માં ન્યૂ જર્સીના પ્રિંસટન યૂનિવર્સિટીમાં ભણવા ચાલી ગઈ. તેમણે ધી લંડન સ્કૂલ ઑફ ઈકૉનોમિક્સ એન્ડ પૉલિટિકલ સાયન્સમાંથી લૉમાં માસ્ટર્સ કર્યું છે. તેઓ રોજી બ્લૂ ફાઉન્ડેશનના ડિરેક્ટર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X