For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

56 વર્ષના વિષ્ણુએ અફઝલ બનીને મુકેશ અંબાણીને આપી જાનથી મારવાની ધમકી, જ્વેલરી શૉપનો છે માલિક

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને મારી નાખવાની ધમકી મળ્યા બાદ ચારેબાજુ સનસનાટી મચી ગઈ હતી.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને મારી નાખવાની ધમકી મળ્યા બાદ ચારેબાજુ સનસનાટી મચી ગઈ હતી. એક-બે નહીં પણ 9 કોલ કરીને ફોન કરનારે અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે સાંજ સુધીમાં પોલિસે કોલ કરનાર આરોપીની ધરપકડ કરી હતી. મુંબઈ પોલિસે 56 વર્ષીય વિષ્ણુ ભૌમિકની ધરપકડ કરી છે. જો કે, તેણે આવુ શા માટે કર્યુ તે હજુ સુધી જાણી શકાયુ નથી.

અફઝલ બનીને કર્યો ફોન

અફઝલ બનીને કર્યો ફોન

સોમવારે ગિરગામની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર અચાનક કોલ આવ્યો. ફોન કરનારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેણે કહ્યુ કે તે માત્ર 3 કલાકમાં આખા અંબાણી પરિવારને મારી નાખશે. ધમકીભર્યા ફોન બાદ સનસનાટી મચી ગઈ હતી. ફોન કરનારે 1.30 કલાકની અંદર એક-બે નહિ પણ 9 ફોન કોલ્સ કર્યા. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ડીબી માર્ગ સ્થિત પોલિસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલિસ એક્શનમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

56 વર્ષના વ્યક્તિએ આપી ધમકી

56 વર્ષના વ્યક્તિએ આપી ધમકી

થોડા જ કલાકોમાં અંબાણી પરિવારને ફોન પર ધમકી આપનાર વ્યક્તિ મુંબઈ પોલિસની કસ્ટડીમાં આવી ગયો. પોલિસે દક્ષિણ મુંબઈમાંથી વિષ્ણુ ભૌમિક નામના 56 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. પોલિસે તેની સામે IPCની કલમ 506(2) હેઠળ કેસ નોંધ્યો છે. વિષ્ણુએ અંબાણી પરિવારને અલગ-અલગ નંબરોથી ધમકી આપવા માટે પોતાના અંગત ફોન પરથી નવ કોલ કર્યા હતા.

અફઝલ બનીને કર્યા ફોન

અફઝલ બનીને કર્યા ફોન

પોલિસે જણાવ્યુ કે વિષ્ણુએ પોતાનુ નામ અફઝલ જણાવીને આ ધમકીભર્યો ફોન કર્યો હતો. ધરપકડ કરાયેલો આરોપી વ્યવસાયે જ્વેલર છે, જેની દક્ષિણ મુંબઈમાં જ્વેલરીની દુકાન છે. પોલિસે જણાવ્યુ કે વિષ્ણુએ ભૂતકાળમાં પણ આવા જ ફોન કર્યા હતા. તે માનસિક રીતે અસ્થિર હતો કે કેમ તે અંગે પણ પોલિસ તપાસ કરી રહી છે. તેણે આવુ કેમ કર્યુ તે અંગે પોલિસ તેની પૂછપરછ કરી રહી છે. પોલિસે કહ્યુ કે અમે નંબર ટ્રેસ કરીને વિષ્ણુને શોધી કાઢ્યો છે.

અંબાણી પરિવારની સુરક્ષામાં 55 કમાન્ડો

અંબાણી પરિવારની સુરક્ષામાં 55 કમાન્ડો

મુકેશ અંબાણી એ લોકોમાંથી એક છે જેમને સરકારે Z સુરક્ષા આપી છે. તેમની સુરક્ષામાં 55 કમાન્ડો દરેક સમયે હાજર રહે છે. આ સુરક્ષામાં 10 નેશનલ સિક્યોરિટી ગાર્ડના સ્તરના કમાન્ડો હોય છે. તેમની સુરક્ષા ટીમમાં CRPFના 25 કમાન્ડો છે. CRPF કમાન્ડો ઉપરાંત, તેમની ટીમમાં ગાર્ડ, ડ્રાઇવર, વ્યક્તિગત સુરક્ષા અધિકારીઓ જેવા સ્ટાફનો સમાવેશ થશે.

સુરક્ષા પર 15-16 લાખ રૂપિયા ખર્ચ

સુરક્ષા પર 15-16 લાખ રૂપિયા ખર્ચ

મુકેશ અંબાણી BMW અથવા મર્સિડીઝ જેવા બુલેટપ્રૂફ વાહનોમાં ડ્રાઇવ કરે છે. અંબાણી અને તેમના પરિવારને આપવામાં આવેલી સુરક્ષા ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઈનરીની સુરક્ષા સીઆઈએસએફના હાથમાં છે, જેના માટે રિલાયન્સ દર મહિને 34 લાખ રૂપિયા ખર્ચે છે. અંબાણી તેમની સુરક્ષા પર દર મહિને 15-16 લાખ રૂપિયા ખર્ચે છે.

English summary
Mukesh Ambani Threat: 56 years Jeweller made Threat calls to Mukesh Amabni on the Name of Afzal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X