અંબાણી બંધુઓ દુનિયાના 20માં સૌથી ધનાઢ્ય

બ્રિટેનના પ્રતિષ્ઠિત સમાચારપત્ર સન્ડે ટાઇમ્સના રિપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે. અખબારે વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોની સૂચિમાં અંબાણી બંધુઓને 20માં સ્થાને મૂક્યા છે. બંનેની સંપતિને 17 અરબ પાઉન્ડ આંકવામાં આવી છે. આ આંકડો ગયા વર્ષના 19 અરબ પાઉન્ડના મુકાબલે ઓછી છે.
બ્રિટેનના ભારતીય મૂળના કારોબારી હિન્દુજા બંધુઓને આ સૂચિમાં 47માં સ્થાને રાખવામાં આવ્યા છે. તેમની કૂલ સંપત્તિ 11 અરબ પાઉન્ડ આકવામાં આવી છે. જે ગયા વર્ષની તુલનાએ 9 અરબ પાઉન્ડ કરતા વધારે છે.
સુપર માર્કેટ વોલમાર્ટના સ્વામિત્વવાળા વોલ્ટન પરિવાર સૂચિમાં પહેલા નંબરે બિરાજમાન છે. આ લોકોની કૂલ સંપત્તિ 90 અરબ પાઉન્ડ આંકવામાં આવી છે. ગયા વર્ષે તેમની સંપત્તિ 51 અરબ પાઉન્ડ હતી.
બીજી બાજુ સન્ડે ટાઇમ્સ દ્વારા જારી કરવામાં આવેલ બ્રિટેનના સૌથી ધનાઢ્ય લોકોની સૂચિમાં ભારતીય મૂળના સ્ટીલ કારોબારી લક્ષ્મી મિત્તલ હવે શ્રેષ્ઠ સ્થાન ગુમાવી બેઠા છે. છેલ્લા આઠ વર્ષોથી પહેલા નંબરે કાયમ રહેનાર મિત્તલને આ ચોથુ સ્થાન પ્રાપ્ત થયું છે. મિત્તલની કૂલ સંપતિ 10 અરબ પાઉન્ડ આંકવામાં આવી છે. ગયા વર્ષે તેમની સંપતિ 12.5 પાઉન્ડ હતી.












Click it and Unblock the Notifications
