For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં બેન્ક FD કરતા ઝડપથી ડબલ થશે પૈસા

દરેક વ્યક્તિ ઈચ્છે છે તેણે બચેલા પૈસા ઝડપથી વધે. આ માટે લોકો બેન્કમાં જુદી જુદી રીતે રોકાણ કરે છે. આપણે બધા જ લોકો ઓછા સમયમાં પૈસા ડબલ થાય તેવા રોકાણના વિકલ્પ શોધીએ છીએ.

|
Google Oneindia Gujarati News

દરેક વ્યક્તિ ઈચ્છે છે તેણે બચેલા પૈસા ઝડપથી વધે. આ માટે લોકો બેન્કમાં જુદી જુદી રીતે રોકાણ કરે છે. આપણે બધા જ લોકો ઓછા સમયમાં પૈસા ડબલ થાય તેવા રોકાણના વિકલ્પ શોધીએ છીએ. સાથે જ આપણે એ પણ જોઈએ છીએ કે તેમાં જોખમ ઓછું હોય. એટલે જ મોટા ભાગના લોકો રોકાણ માટે ફિક્સ ડિપોઝિટ પસંદ કરે છે, પરંતુ એક સ્કીમ એવી પણ છે જે એફડી કરતા વધુ ઝડપથી પૈસા ડબલ કરે છે. આ સ્કીમ છે પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકે. તો જાણીએ શું છે NSC અને તેમાં કેવી રીતે રોકાણ કરી શકાય.

NSC ભારત સરકારની નાનકડી બચત યોજના છે. NSC દેશની કોઈ પણ પોસ્ટ ઓફિસ બ્રાંચમાંથી લઈ શકાય છે, તેનો મેચ્યોરિટી પિરિયડ 5 વર્ષનો હોય છે. અને તેમાં દર વર્ષે 8 ટકા વ્યાજ મળે છે. NSCનો સમાવેશ સ્મોલ સેવિંગ્સમાં થઆય છે અને સરકાર દર 3 મહિને સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજદર રિવાઈઝ કરે છે.

આ પણ વાંચો: SBI ની મોટી ઓફર, FREE માં કરાવો તમારી હોમ લોનને ટ્રાન્સફર, આ છે પ્રોસેસ

આ રીતે લઈ શકો છો NSC

આ રીતે લઈ શકો છો NSC

એટલું જ નહીં 8 ટકાના વ્યાજ દરના હિસાબે જો તમે 10 હજાર રૂપિયાની NSC ખરીદો તો તમારા પૈસા 9 વર્ષે ડબલ થઈ જશે. સામે જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં એફડી કરશો તો અહીં તમારા પૈસા ડબલ થથા 10.58 વર્ષનો સમય લાગશે

કેવી રીતે લેશો NSC

કેવી રીતે લેશો NSC

એક સિંગલ હોલ્ડર ટાઈપ સર્ટિફિકેટ છે, જે કોઈ પણ એડલ્ટ વ્ય્કતિ પોતાના કે પોતાના બાળકના નામે ખરીદી શકે છે. NSCમાં 100, 500, 1000, 5000, 10000ના સર્ટિફિકેટ મળે છે.અહીં રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી.

ટેક્સ છૂટનો ફાયદો

ટેક્સ છૂટનો ફાયદો

સૌથી સારી વાત એ છે કે રાષ્ટ્રીય બચત પત્ર એટલે કે NSCમાં ટેક્સ સેવિંગનો વિકલ્પ પણ મળે છે. NSCમાં કરેલું રોકાણ 80 સી અંતર્ગત ટેક્સ ફ્રી છે. જો કે આ છૂટ 1.5 લાખ સુધીના રોકાણ પર જ મળે છે. NSCના VII ઈશ્યુને કોઈ અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર પણ કરી શકાય છે. જો કે આવું મેચ્યોરિટી પહેલા એક જ વાર શક્ય છે.

પૈસા સેફ રહેવાની ગેરેન્ટી

પૈસા સેફ રહેવાની ગેરેન્ટી

પોસ્ટ ઓફિસમાં જમા કરેલા પૈસા પર સોવરેન ગેરેન્ટી હોય છે,. એટલે કોઈ પણ સ્થિતિમાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટ લોકોના પૈસા ન ચૂકવી શકે તો તે સરકારની જવાબદારી બને છે. એટલે કે તમારા પૈસા ડૂબતા નથી. પોસ્ટ ઓફિસ સ્કીમમાં જમા પૈસાનો ઉપયોગ સરકાર પોતાના કામ માટે કરે છે. એટલે જ સરકાર તેની ગેરેન્ટી આપે છે.

NSC ખરીદવા માટે શું છે જરૂરી

NSC ખરીદવા માટે શું છે જરૂરી

સૌથી ખાસ વાત એ છે કે આ યોજનાનો લાભ સગીર વયના લોકોને પણ મળી શખે છે. આ માટે તેમના પેરેન્ટ્સે પોતાના સગીર બાળકના નામે NSC ખરીદવું પડે છે. જેમાં 2 વયસ્ક લોકો પણ જોઈન્ટ સ્કીમ અંતર્ગત રોકાણ કરી શકે છે.

સાથે જ રાષ્ટ્રીય બચત પત્ર તમે એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ કરી શકો છો. રાષ્ટ્રીય બચત પ્રમાણ પત્રને તમે એક વ્યક્તિથી બીજ વ્યક્તિને પણ ટ્રાન્સફર કરી શકો છો.

English summary
National Savings Certificates Doubles Money In Less Than Bank FD
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X