SBI ની મોટી ઓફર, FREE માં કરાવો તમારી હોમ લોનને ટ્રાન્સફર, આ છે પ્રોસેસ
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ઘર ખરીદદારો માટે એક મોટી ઓફર કાઢી છે. બેન્ક એવા ખરીદદારોને ઓફર કરી છે જેમણે બેન્ક લોન દ્વારા તેમનું ઘર ખરીદ્યું છે.
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ઘર ખરીદદારો માટે એક મોટી ઓફર કાઢી છે. બેન્ક એવા ખરીદદારોને ઓફર કરી છે જેમણે બેન્ક લોન દ્વારા તેમનું ઘર ખરીદ્યું છે. જો તમે આવા લોકોમાં પણ સામેલ છો, તો તમને એક પૈસાનો ખર્ચ કર્યા વિના એસબીઆઈમાં તમારા હોમ લોનને ટ્રાન્સફર કરવાની તક મળી છે. SBI એ ઓફર કાઢી છે જેના હેઠળ હોમ લોન ટ્રાન્સફર કરાવવા પર પ્રોસેસીંગ ફી શૂન્ય છે. આનો અર્થ એ થાય કે, જો તમે કોઈ બેન્કના હોમ લોનને એસબીઆઈમાં ટ્રાન્સફર કરવો છો, તો તમારે કોઈ શુલ્ક ચૂકવવાની જરૂર નથી. જો કે, આ તક 28 ફેબ્રુઆરી સુધી જ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: જાણો આરબીઆઇ નિર્ણય પછી તમારા હોમ લોનની EMI કેટલી ઓછી થશે

કેવી રીતે લાભ લેવો
જો તમારી હોમ લોન બીજી બેંકમાં ચાલી રહી છે, તો તમારી હોમ લોનને દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ટ્રાન્સફર કરવાની તક છે. આ ટ્રાન્સફર પ્રોસેસિંગ ફી અથવા ટ્રાન્સફર ફી આપ્યા વિના જ કરવામાં આવશે. તમને જણાવીએ કે તે કેવી રીતે થશે. હોમ લોન ટ્રાન્સફર કરાવવા માટે જે બેન્ક અથવા કંપની પાસેથી લોન લીધી તે બેન્ક નવી બેન્ક અથવા કંપની, જેમાં હવે તમે હોમ લોન લેવા એપ્લાઇ કર્યું છે તે બચેલી રકમની ચુકવણી કરશે. તે પછી તમારે હવે નવી બેન્કમાં ઇએમઆઈ ચૂકવવી પડશે. તમારી લોનની મૂળ રકમની ચુકવણી સાથે, મૂળ દસ્તાવેજ નવી બેન્કમાં જમા કરવામાં આવશે.

નવું લોન એગ્રીમેન્ટ
આ હેઠળ, નવી બેંક અથવા કંપની અને લેનારા વચ્ચે નવું લોન એગ્રીમેન્ટ બનાવવામાં આવે છે, જેની પર બંનેના હસ્તાક્ષર હોય છે. લોન અરજી દરમ્યાન તમે જે જરૂરી દસ્તાવેજો આપ્યા હતા તે બધા આપવાના હોય છે. આ પછી, તમે તમારી હોમ લોન ટ્રાન્સફર કરાવી શકો છો. જોકે તે માટે મહત્વપૂર્ણ છે કે તમે ઓછામાં ઓછા 12 માસિક હપ્તાઓ ચૂકવ્યા હોય અને તમારો ક્રેડિટ સ્કોર સારો હોય.

ટ્રાન્સફર કેવી રીતે થશે
હોમ લોન બીજી બેન્કમાં ટ્રાન્સફર કરવા માટે, નવી હાઉસિંગ લોન એપ્લિકેશનને નવી સંસ્થામાં સબમિટ કરવાની રહેશે. આ માટે હોમ લોન ટ્રાન્સફર માટે આવેદકની તસવીર, બેંક ખાતાની વિગતો, ઓળખપત્ર, એડ્રેસ પ્રુફ, બેંક સ્ટેટમેન્ટ, પગાર સંબંધિત દસ્તાવેજો, વર્તમાન શાહુકાર પાસેથી બાકી રકમનું પત્ર અને પ્રમાણ અને મિલકતના દસ્તાવેજ સબમિટ કરાવવા પડશે.












Click it and Unblock the Notifications
