For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો આરબીઆઇ નિર્ણય પછી તમારા હોમ લોનની EMI કેટલી ઓછી થશે

RBI (આરબીઆઈ) એ ગુરુવારે જારી કરેલ ક્રેડિટ પોલિસીમાં રેપો રેટ 0.25 ટકા ઘટાડી દીધો છે. એવી ધારણા છે કે જો બેન્કોએ તેમના હોમ લોન ગ્રાહકોને આટલા જ સમાન લાભો આપ્યા હોય તો તેમની ઇએમઆઈ ઘટશે

|
Google Oneindia Gujarati News

RBI (આરબીઆઈ) એ ગુરુવારે જારી કરેલ ક્રેડિટ પોલિસીમાં રેપો રેટ 0.25 ટકા ઘટાડી દીધો છે. એવી ધારણા છે કે જો બેન્કોએ તેમના હોમ લોન ગ્રાહકોને આટલા જ સમાન લાભો આપ્યા હોય તો તેમની ઇએમઆઈ ઘટશે, જેનાથી તેમને હજારો રૂપિયા લાભ થશે. જો કોઈએ 15 વર્ષ માટે રૂ. 30 લાખની હોમ લોન લીધી હોય, તો તે મહત્તમ 78 હજાર રૂપિયાનો લાભ મેળવી શકે છે. આ ગણતરી એસબીઆઈના હોમ લોનના 8.15% વ્યાજદરથી 15 વર્ષની લોનને લઈને કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: PNB સહિત આ ત્રણ મોટી બેંકોનું મર્જર, SBI પછી બનશે બીજી સૌથી મોટી બેંક

જાણો કઈ રીતે મળશે ફાયદો

જાણો કઈ રીતે મળશે ફાયદો

જો કોઈએ ફેબ્રુઆરીની શરૂઆતમાં 15 વર્ષ માટે 30 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે તો તેનો 8.15 ટકા વ્યાજ સાથે દર મહિને રૂ 28,929.95 નો હપતો (ઇએમઆઇ) હશે. પરંતુ જો બેન્કો આજની ક્રેડિટ પોલિસીમાં ઘટાડેલ 0.25 ટકા રેપો રેટનો સંપૂર્ણ લાભ તેમના ગ્રાહકોને આપે છે, તો તેમના હોમ લોનનો વ્યાજ દર ઘટાડીને 7.90 ટકા કરવામાં આવશે.

કેટલો ફાયદો થશે

કેટલો ફાયદો થશે

જો બેંક તેમની હોમ લોનનો વ્યાજ દર 0.25% ઘટાડે છે, તો હોમ લોન લેનારાઓના હપ્તા (ઇએમઆઈ) માં દર મહિને આશરે 433 રૂપિયા ઘટી શકે છે. એક વર્ષમાં આ લાભ આશરે 5196 રૂપિયા થશે. તો આ લાભ 5 વર્ષમાં રૂ. 25980 અને 10 વર્ષમાં રૂ. 51,960 થશે. પરંતુ જો કોઈએ ફેબ્રુઆરી 2019 માં હોમ લોન લીધી હોય, તો તેમણે સૌથી વધુ લાભ આશરે રૂ. 77,940 નો થશે.

ક્યારે મળશે આ લાભ

ક્યારે મળશે આ લાભ

હોમ લોન ઉપરાંત, જે લોકો અન્ય પ્રકારની પ્રકારની લોન લે છે તેમને આ લાભ ત્યારે જ મળશે, જ્યારે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ તેમના વ્યાજદરમાં ઘટાડો કરશે. તે પણ થઇ શકે છે કે બેંકો તેમના ગ્રાહકોને 0.25 ટકાનો સંપૂર્ણ લાભ ન પણ આપે. બેંકો તેમની નાણાકીય સ્થિતિ કરતાં લાભ આનાથી ઓછો પણ આપી શકે છે.

English summary
RBI cuts repo rate know how much your loan installment will decrease
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X