For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PNB સહિત આ ત્રણ મોટી બેંકોનું મર્જર, SBI પછી બનશે બીજી સૌથી મોટી બેંક

PNB સહિત આ 3 મોટી બેંકોનું મર્જર, બનશે દેશની બીજી મોટી બેંક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બેંકો પર બેડ લોન અને એનપીએના દબાણને ઘટાડવા માટે સરકાર બેંકોના મર્જરનો રસ્તો અપનાવી રહી છે. પહેલા સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં 6 બેંકોએ મર્જર કર્યું તો તે બાદ બેંક ઑફ બરોડામાં દેના બેંક અને વિજયા બેંકના મર્જરને મંજૂરી આપી દેવામાં આવી. હવે અન્ય એક મર્જરની તૈયારી કરવામાં આવી રહી છે. ફાઈનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ મુજબ ત્રણ બેંકોના મર્જર માટે તૈયારી કરવામાં આવી રહી છે અને જલદી જ પંજાબ નેશનલ બેંક, ઓરિયન્ટલ બેંક ઑફ કોમર્સ અને પંજાબ એન્ડ સિંઘ બેંકના મર્જરની તૈયારી કરવામાં આવી રહી છે.

હવે આ ત્રણ બેંકોનું મર્જર

હવે આ ત્રણ બેંકોનું મર્જર

રિપોર્ટ્સ મુજબ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી અમેરિકાથી પરત ફર્યા બાદ પંજાબ નેશનલ બેંક, ઓરિયન્ટલ બેંક ઑફ કોમર્સ અને પંજાબ નેશનલ બેંકના મર્જરની ઘોષણા કરી શકે છે. આ ત્રણેય બેંકોનું મર્જર થયા બાદ આ દેશની બીજી સૌથી મોટી બેંક બની જશે. રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર PNB, OBC અને પંજાબ એન્ડ સિંધ બેંકનું મર્જર ચૂંટણી પહેલા કે પછી કરવામાં આવી શકે છે.

SBI પછી બીજી સૌથી મોટી બેંક

SBI પછી બીજી સૌથી મોટી બેંક

PNB, OBC અને પંજાબ એન્ડ સિંઘ બેંકનું જો મર્જર થાય છે તો આ દેશની બીજી સૌથી મોટી બેંક બની જશે. આ ત્રણેય બેંકોનું વિલય થયા બાદ નવી બેંકની કુલ જમા પૂંજી 16.5 લાખ કરોડ રૂપિયા થઈ જશે. જેમાં ડિપૉજિટ 9.6 લાખ કરોડ રૂપિયા અને લોન 7 લાખ કરોડ રૂપિયા સામેલ થશે. જેમાં સૌથી વધુ એનપીએ પંજાબ નેશનલ બેંક હશે. પીએનબીનું નેટ એનપીએ 8.22 ટકા છે. ઓબીસીનો એનપીએ 7.15 ટકા છે.

ખાતાધારકો પર થશે અસર

ખાતાધારકો પર થશે અસર

જણાવી દઈએ કે પીએનબી 13000 કરોડ રૂપિયાના કૌભાંડનો માર સહન કરી રહી છે. હીરા કારોબારી નીરવ મોદી, મેહુલ ચોક્સીએ પીએનબીની સાથે કરોડોનું કૌભાંડ કરી વિદેશ ફરાર થઈ ગયા. જણાવી દઈએ કે જો બેંકોનું મર્જર થાય છે તો બેંકોના ખાતાધારકો પર પણ અસર પડશે. મર્જર બાદ ખાતાધારકોની પાસબુક બદલી જશે. ગ્રાહકોનું પેપર વર્ક પણ વધી જશે. જો કે ત્રણેય બેંકોના ગ્રાહકોની જમા રાશિ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે.

જમ્મુ-કાશ્મીરઃ જવાહર ટનલ પર હિમસ્ખલનમાં 10 પોલિસકર્મી ગાયબ, 3ના મોતજમ્મુ-કાશ્મીરઃ જવાહર ટનલ પર હિમસ્ખલનમાં 10 પોલિસકર્મી ગાયબ, 3ના મોત

English summary
The government is weighing the possibility of the next phase of consolidation in the public sector banking space by amalgamating three lenders —Punjab National Bank (PNB), Oriental Bank of Commerce (OBC) and Punjab & Sind Bank (P&SB).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X