For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2022: કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતો પર ફોકસ, 2,37 લાખ કરોડ રૂપિયાની MSPની સીધી ચૂકવણી

નરેન્દ્ર મોદી સરકારે આ વખતના બજેટમાં કૃષિ અને ખેડૂતો પર પૂરુ ફોકસ રાખ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નરેન્દ્ર મોદી સરકારે આ વખતના બજેટમાં કૃષિ અને ખેડૂતો પર પૂરુ ફોકસ રાખ્યુ છે. ખેડૂતોની આવક સુનિશ્ચિત કરવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે લઘુત્તમ ટેકાના મૂલ્ય વિશે બહુ મોટી જાહેરાત કરી છે. લોકસભામાં વર્ષ 2022-23 માટે રજૂ કરવામાં આવેલા બજેટમાં ઘઉં અને ધાનની સરકારી ખરીદીને લઈને ખેડૂતોને 2.37 લાખ કરોડ રૂપિયાની એમએસપીની સીધી ચૂકવણી કરવાનુ એલાન કર્યુ છે. આ ચૂકવણી ખેડૂતોને એપ્રિલ 2022થી માર્ચ 2023 વચ્ચે કરવામાં આવશે. આ સાથે જ ઘણી પાકોનુ ઉત્પાદન વધારવા, નિકાસ પર જોર આપવા, કૃષિ ક્ષેત્રમાં ટેકનિકના ઉપયોગ વિશે મોટા એલાન કરવામાં આવ્યા છે.

nirmala

ખેડૂતોને 2.37 લાખ કરોડ રૂપિયાની એમએસપીની સીધી ચૂકવણી

ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાને પાછા લેવા પર ખેડૂતોનુ આંદોલન એમએસપીની ગેરેન્ટી માટે અટકેલુ હતુ. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં તેની રકમની પણ ઘોષણા કરી દીધી છે નિર્મલા સીતારમણે કહ્યુ છે કે નાણાકીય વર્ષ 2022-23 નાટે કૃષિ ખરીદીનુ મૂલ્ય 2.37 લાખ કરોડ રૂપિયા હશે.

ખેડૂતોની આવક વધારવા પર ફોકસ

આ સાથે જ તેમણે ખાદ્ય તેલ માટે આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે તલની ખેતીને પ્રોત્સાહન આપવાની યોજનાનુ પણ એલાન કર્યુ છે. આ ઉપરાંત સરકાર નિકાસ પર જોર આપવા માટે બજારના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપશે. નાણામંત્રીએ કહ્યુ છે કે સરકાર સતત કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે આખા દેશમાં રસાયણ મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપશે.

ખેડૂત ડ્રોન વિશે મોટી ઘોષણા

આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે એક મોટી ઘોષણા એ કરવામાં આવી છે કે પાકનુ અનુમાન લગાવવા અને કીટનાશકોના છંટકાવ માટે સરકાર ખેડૂત ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા જઈ રહી છે. નાણામંત્રીએ કહ્યુ છે કે ભૂમિના રેકોર્ડની ડિજિટાઈઝેશનના કામને તેજ કરવામાં આવશે જેથી કૃષિ ક્ષેત્રમાં વધુ પારદર્શિતા લાવી શકાય. તેમણે કેન-બેતવા રિવર લિંકિંગ પ્રોજેક્ટ માટે 44,000 કરોડ રુપિયાનુ એલાન કર્યુ છે. તેમના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટથી 9,00,000 ખેડૂતોને લાભ મળશે. તેમણે કહ્યુ કે પાંચ નદીઓને જોડવાની ડીપીઆર(ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) ફાઈનલ કરી લેવામાં આવી છે.

English summary
Nirmala Sitharaman has announced direct payment of MSP of Rs 2.37 lakh crore to farmers in the budget 2022-23.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X