Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ATM નહિ, હવે કરિયાણાની દુકાનમાંથી રોકડ મેળવી શકાશે, જાણો કેવી રીતે

અત્યાર સુધી તમે અને અમે એટીએમ મશીનનો ઉપયોગ કરીને પૈસા ઉપાડતા રહ્યા છે, પરંતુ હવે તમારે રોકડ મેળવવા માટે કોઈ એટીએમ મશીન પર જવાની જરૂર નથી

અત્યાર સુધી તમે અને અમે એટીએમ મશીનનો ઉપયોગ કરીને પૈસા ઉપાડતા રહ્યા છે, પરંતુ હવે તમારે રોકડ મેળવવા માટે કોઈ એટીએમ મશીન પર જવાની જરૂર નથી, કારણ કે તમે કરિયાણાની દુકાન પર પણ જઈને કેશ ઉપાડી શકો છો. ભારતીય રિઝર્વ બેંકે નવી સુવિધા શરૂ કરી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા રચાયેલી સમિતિ હેઠળ નાના નગરો અથવા સબઅર્બન વિસ્તારોમાં કરિયાણાના દુકાનદારોને રોકડની આપૂર્તિ કરાવશે.

આ પણ વાંચો: સરકાર આપી રહી છે સસ્તામાં અનાજ ખરીદવાની તક, જાણો કેવી રીતે

હવે કરિયાણાની દુકાનો પર મળશે કેશ

હવે કરિયાણાની દુકાનો પર મળશે કેશ

આરબીઆઈ દ્વારા રચવામાં આવેલી સમિતિ અનુસાર, એટીએમમાંથી રોકડ ઉપાડવાનું ખર્ચાળ છે, જેના કારણે બેંકો એટીએમ બંધ કરી રહી છે. રોકડ સંકટને રોકવા માટે કરિયાણાની દુકાનો અથવા અન્ય નાની દુકાનો દ્વારા બેન્ક કેશ સપ્લાઈ કરી શકે છે. આનાથી ફક્ત એટીએમનો ખર્ચ જ બચશે નહીં, પરંતુ દુકાનદાર ડિજિટલ પેમેન્ટ માટે પ્રોત્સાહિત પણ શકશે.

કેશ ઈન કેશ આઉટ

કેશ ઈન કેશ આઉટ

સમિતિએ તેની રિપોર્ટ સબમિટ કરી છે, જેના હેઠળ નવી સિસ્ટમને કેશ ઇન કેશ આઉટ (CICO) નેટવર્કનું નામ આપવામાં આવશે. આના હેઠળ, લોકોએ તેમના નજીકના રિટેલર પાસેથી ડિજિટલ મનીને કેશમાં રૂપાંતરિત કરવાની સુવિધા મળશે. આ સુવિધાના ત્રણ કરોડ PoS મશીનના રિટેલ પોઇન્ટની જરૂર પડશે.

ટ્રાન્ઝેક્શન ચૂકવણીમાં મદદ

ટ્રાન્ઝેક્શન ચૂકવણીમાં મદદ

આ નવી રોકડ વ્યવસ્થાથી, એટીએમનો ઉપયોગ પ્રાથમિક સ્રોત તરીકે કરવામાં આવશે. આ સિસ્ટમ હેઠળ, વેપારીઓ રોકડ જમા કરવા અને લોકોને રોકડ આપવા એટીએમનો ઉપયોગ કરી શકશે. દુકાનદારો એક રીતે કસ્ટમર સર્વિસ સેન્ટર બનશે. જ્યારે બેંકોએ વ્યવહારો માટે ચુકવણી કરવાનીની ભલામણ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X