Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સરકાર આપી રહી છે સસ્તામાં અનાજ ખરીદવાની તક, જાણો કેવી રીતે

મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળમાં વધુ એક મોટો નિર્ણય કરવા જઈ રહી છે. જી હાં, અને આ વખતે આ મોટો નિર્ણય ગરીબોની ભૂખ મિટાવવાનો છે.

મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળમાં વધુ એક મોટો નિર્ણય કરવા જઈ રહી છે. જી હાં, અને આ વખતે આ મોટો નિર્ણય ગરીબોની ભૂખ મિટાવવાનો છે. સરકાર દર મહિને 16.3 કરોડ વધારાના પરિવારોને 1 કિલો ખાંડ સસ્તા દરે આપવાની યોજના પર કામ કરી રહી છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર ખાદ્ય પદાર્થોના બફર સ્ટોકને પૂરો કરવા માટે ટૂંક સમયમાં જ સબસિડીથી અપાતા રેશનિંગનો જથ્થો વધારી શકે છે. સાથે જ ખાદ્ય સુરક્ષા અધિનિયમના લાભાર્થીઓને માસિક રેશનિંગમાં થોડી ખાંડ પણ ઉમેરી શકે છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશના 16.3 કરોડ પરિવારોને ફાયદો થઈ શકે છે.

આ પણ વાંચો: સારા સમાચારઃ નાના વેપારીઓને મળશે દર મહિને 3 હજારનું પેન્શન

81 કરોડ લોકોને વધુ ઘઉં અને ચોખા મળી શકે છે

81 કરોડ લોકોને વધુ ઘઉં અને ચોખા મળી શકે છે

તમને જણાવી દઈએ કે પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે કેન્દ્રીય કેબિનેટ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત લાભાર્થીઓને મળતા માસિક ક્વોટામાં પ્રતિ લાભાર્થી 2 કિલોનો વધારો કરી શકે છે. જો આ નિર્ણય લેવાશે તો પ્રત્યેક લાભાર્તથીને 5 કિલોના બદલે 7 કિલો રેશનિંગ મળશે. પરિણામે 81 કરોડ લોકોને વધુ ઘઉં અને ચોખા મળશે. સાથે જ સરકાર લગભગ 19 કરોડ પરિવારોને સબસિડીથી મળતી ખાંડ આપવાનો પણ નિર્ણય કરી શકે છે. હાલ ફક્ત 2.4 કરોડ અંત્યોદય પરિવારોને જ સબસિડીવાળી ખાંડ મળે છે.

2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘઉં

2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘઉં

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ પ્રમાણે હાલ ગરીબી રેખાથી નીચે રહેતા લોકોને દર મહિને સબસિડી યુક્ત 5 કિલો અનાજ આપવામાં આવે છે. જે અંતર્ગત 1 રૂપિયે પ્રતિ કિલોની દરે મોટું અનાજ, 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘઉં, 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખા આપવામાં આવે છે. ગરીબો કરતા પણ ગરીબની શ્રેણીમાં આવતા અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓને દર મહિને 35 કિલો અનાજ આપવામાં આવે છે. રાજકીય રીતે સરકારના આ નિર્ણયને ચૂંટણીની ભેટ માનવામાં આવી રહ્યો છે, પરંતુ હકીકતમાં આ નિર્ણય અનાજ સાચવવાનો ખર્ચ બચાવવા માટે લેવાઈ રહ્યો છે.

FCI કરે છે 26 હજાર કરોડનો ખર્ચો

FCI કરે છે 26 હજાર કરોડનો ખર્ચો

ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દર વર્ષે 1 લાખ ટન ઘઉં સાચવવા માટે 29 કરોડ રૂપિયા અને આટલા જચોખા સાચવવા માટે 41 કરોડનો ખર્ચ કરે છે. આ રીતે એફસીઆઈ કુલ અનાજ સાચવવા માટે 26 હજાર કરોડથી વધુનો કર્ચો કરે છે. જો સરકાર 6 મહિના સુધી સબસિડીવાળા અનાજનું વિતરણ કરે તો સરકાર પર 50 હજાર કરોડનો બોજ પડશે, પરંતુ FCIનો અનાજ સાચવવાનો ખર્ચો ઘટી જશે. આ ઉપરાંત સબસિડી ાપીને 13.50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જો સરકાર ખાંડ વેચે તો વાર્ષિક વધારાનો 4700 કરોડ રૂપિયાનો બોજ પડશે. FCIના આંકડા પ્રમાણે એક જુલાઈ સુધી તેની પાસે ઘઉં, ચોખાનો 41 મિલિયન ટન બફર સ્ટોક હતો, જે હાલ 75 મિલિયન ટન થયો છે. આગામી મહિને આ સ્ટોક 80 મિલિયન ટન થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X