For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 ટ્રિલિયન ડૉલર ઈકોનોમી બનાવવા સરકાર પ્રયત્નશીલ, બેંક મર્જરથી કોઈની નોકરી નહિ જાયઃ નાણામંત્રી

5 ટ્રિલિયન ડૉલર ઈકોનોમી બનાવવા સરકાર પ્રયત્નશીલ, બેંક મર્જરથી કોઈની નોકરી નહિ જાયઃ નાણામંત્રી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ઈકોનોમીની સુસ્તીને દૂર કરવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે પ્રેસ કોન્ફ્રેન્સ યોજી. આ દરમિયાન તેમણે દેશની કેટલીય મોટી બેંકોના મર્જરનું એલાન કર્યું. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે અમારી સરકાર 5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બનાવવા માટે પ્રયત્નો કરી રહી છે. બેંકોના આ મર્જર બાદ દેશમાં 12 સરકારી બેંકો જ બચશે.

nirmala sitharaman

નિર્મલા સીતારમણે પંજાબ નેશનલ બેંક, યૂનાઈટેડ બેંક ઑપ ઈન્ડિયા અને ઓરિયેન્ટલ બેંકના મર્જરનું એલાન કર્યું. આ મર્જર બાદ પીએનબી દેશની બીજી મોટી સરકારી બેંક બની જશે. આ ઉપરાંત નિર્મલા સીતારમણે કેનરા બેંક અને સિંડિકેટ બેંકના મર્જરનું પણ એલાન કર્યું છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે યૂનિયન બેંક ઑફ ઈન્ડિયા, આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકનું પણ મર્જર થશે. આ ઉપરાંત ઈન્ડિયન બેંકમાં ઈલ્હાબાદ બેંકનું મર્જર કરવામાં આવ્યું. આ મર્જર બાદ દેશને 7મી મોટી પીએસયૂ બેંક મળશે. નાણામંત્રીના એલાન બાદ હવે દેશમાં 12 PSBs બેંકો રહી ગઈ છે. અગાઉ વર્ષ 2017માં પબ્લિક સેક્ટરની 27 બેંક હતી.

પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે 18માંથી 14 સરકારી બેંકો પ્રોફિટમાં છે. વધુમાં તેમણે જણાવ્યું કે અત્યાર સુધી 3 લાખથી વધુ શેલ કંપનીઓ બંધ થઈ ચૂકી છે. નિરવ મોદીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભાગેડૂઓની સંપત્તિ દ્વારા રિકવરી ચાલુ છે. મર્જર થવા જઈ રહી છે તે બેંકોમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ નિર્મલા સીતારમણે અગત્યની માહિતી આપી છે. તેમણે કહ્યું કે બેંકોના મર્જરથી કોઈની પણ નોકરી નહિ જાય. ત્યારે આ બેંકોમાં કામ કરતા કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે.

સરકારે કેટલીય બેંકોના મર્જરનું એલાન કર્યું, હવે દેશમાં માત્ર 12 સરકારી બેંક રહી જશેસરકારે કેટલીય બેંકોના મર્જરનું એલાન કર્યું, હવે દેશમાં માત્ર 12 સરકારી બેંક રહી જશે

English summary
No jobs to be lost due to bank mergers, govt trying to make 5 trillion economy says finance minister nirmala sitharaman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X