નોકિયાએ આપી ભારત છોડવાની ધમકી
નવી દિલ્હી, 23 ઑગસ્ટઃ નબળો પડતો રૂપિયો અને વધતી મોંઘવારી વચ્ચે નોકિયાએ ભારત છોડવાની ચેતવણી આપી છે. ફિનલેન્ડની દિગ્ગજ મોબાઇલ કંપનીએ સરકારને કહ્યું છે કે ભારત ઓછામાં ઓછા અનુકુળ બજારમાં ફરેવાઇ ગયું છે અને હવે અહીંથી વિદાય લેવી જ યોગ્ય છે.
અંગ્રેજી સમાચારપત્ર ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ અનુસાર 19 જૂને લખેલા પત્રમાં નોકિયાએ કહ્યું કે, ચીનમાં ઉત્પાદન કરવું અને પછી માલને ભારતમાં આયાત કરવો આ સારો વિચાર છે. કંપનીએ ચેતવ્યા છે કે ભારતમાં કામ કરવું એક રાજકિય ખતરો છે. જેની અસર ભવિષ્યના રોકાણ પર પડી શકે છે. મોબાઇલ કંપનીએ સરકારને કહ્યું કે તે જેટલું જલદી બને ભારતીય બજારમાં છબી સુધારવાની દિશામાં કામ શરૂ કરે.
નવા ઇન્કમ ટેક્સ વિવાદો અને વેટના રિફન્ડમાં મોડું થવાના કારણે નોકિયાએ આ ધમકી આપી છે. હાલની આર્થિક સ્થિતિમાં જ્યારે એફડીઆઇની હાલત કફોળી છે અને સંસ્થાગત નિવેશક પોતાના હાથ પાછા ખેંચી રહ્યાં છે, ભારત સરકાર માટે આ જોરદાર ફટકો સાબિત થઇ શકે છે.













Click it and Unblock the Notifications
