સબસિડી વિનાના ગેસ સિલિન્ડર થયા 120 રૂપિયા સસ્તા
સબસિડી વિનાના ગેસ સિલિન્ડર થયા 120 રૂપિયા સસ્તા
નવી દિલ્હીઃ નવા વર્ષ પર મોદી સરકારે સામાન્ય નાગરિકોને મોટી ગિફ્ટ આપી છે. સબસિડી વાળા ગેસ સિલિન્ડર 5.91 રૂપિયા સસ્તો થયો છે જ્યારે સબસિડી વિનાના ગેસ સિલિન્ડર 120.50 રૂપિયા સસ્તા થયા છે. નવી કિંમતો આજે રાતથી લાગુ થઈ રહી છે. એક મહિનામાં બીજીવાર કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. અગાઉ પહેલી ડિસેમ્બરે 6.2 રૂપિયાની ઘટાડો નોંધાયો હતો. આની પહેલા જૂન બાદ રાંધણ ગેસની કિંમતમાં 6 વાર ઘટાડો નોંધાયો હતો.

આજે રાતથી શરૂ થશે નવી કિંમતો
દેશની અગ્રણમી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન તરફથી સોમવારે આ જાણકારી આપવામાં આવી છે. નવી કિંમતો પહેલી જાન્યુઆરીથી લાગુ થશે. કિંમતમાં ઘટાડા બાદ સબસિડી વિનાના ગેસ સિલિન્ડર 809.50 રૂપિયાની સરખામણીએ 689 રૂપિયા થઈ ગઈ છે. ઈન્ડિયન ઓઈલે સબસિડી વાળા ગેસ સિલિન્ડરમાં પણ 5.91 રૂપિયાની કટૌતી કરી છે. હવે આ 500.90 રૂપિયાની સરખામણીએ 494.99 રૂપિયાનો મળશે.

એક મહિને બેવાર ભાવ ઘટ્યા
અગાઉ પહેલી ડિસેમ્બરે ઓઈલ કંપનીઓએ કિંમતોમાં કટૌતી કરી હતી. તે સમયે સબસિડી વાળા રસોઈ ગેસ સિલિન્ડર 6.52 રૂપિયા સસ્તા થયા હતા. કિંમત ઘટ્યા બાદ દિલ્હીમાં 14.2 કિલોની સબસિડી વાળા ગેસ સિલિન્ડરની કિંમત 500.90 રૂપિયા થઈ ગઈ હતી. જે બાદ સબસિડી વિનાના ગેસ સિલિન્ડર 809.5 રૂપિયા થઈ ગઈ.

બે મહિનામાં 253 રૂપિયા સસ્તો થયો સિલિન્ડર
પાછલા બે મહિનામાં ભાવોમાં કટૌતીને પગલે સબસિડી વિનાના રાંધણ ગેસ સિલિન્ડર 253 રૂપિયા પચાસ પૈસા સસ્તો થયો છે. કિંમતોમાં ઘટાડાની મુખ્ય કિંમત ઈન્ટરનેશનલ માર્કેટમાં ગેસના ભાવમાં ઘટાડો અને અમેરિકન ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેને પગલે ઓઈલ કંપનીઓએ સતત બીજા મહિને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે કટૌતી કરી છે.












Click it and Unblock the Notifications
