પેટ્રોલ, ગેસના ભાવમાં ઘટાડો, અમૂલમાં 2 રૂપિયાનો વધારો

lpg-amul-petrol
1 મે, બેંગ્લોર: આને સામાન્ય પ્રજા માટે ખુશખબરી તો ના કહી શકાય પરંતુ હા આને રાહતભર્યા સમાચાર તો જરૂર કહી શકીએ. તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં ત્રણ રૂપિયાનો ઘટાડો કર્યો છે જ્યારે સબસિડીવાળા રસોઇ ગેસના સિલિન્ડરમાં પણ 54 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એ અલગ વાત છે કે અમૂલના દૂધમાં ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલનું દૂધ આજથી બે રૂપિયા મોંઘુ થઇ ગયું છે જ્યારે ગેસ અને પેટ્રોલના ભાવમાં કરવામાં આવેલો ઘટાડો મંગળવારે રાત્રે 12 વાગ્યાથી લાગૂ કરવામાં આવશે.

આમ તો સામાન્ય પ્રજાએ ગત દિવસોમાં મોંઘવારીની એટલી માર સહન કરી લીધી છે જેના કારણે હવે ચીજોના ભાવમાં વધારો-ઘટાડો ઘાસ મહત્વ ધરાવતો નથી. સામાન્ય જનતા આને સરકારનો લોલીપોપ ગણાવે છે.

બેંગ્લોર આઇટી કંપની કામ કરનાર મહેશ સક્સેનાએ વનઇન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પાંચ મેના રોજ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. જેના કારણે સરકાર ભાવમાં ઘટાડો કરી રહી છે. સરકાર લોકોનું દિલ જીતવા માટે આ બધુ કરી રહી છે પરંતુ આની જનતા પર કોઇ અસર વર્તાશે નહી. પ્રજા સમજી ગઇ છે કે આ તો ફક્ત ચાર દિવસની ચાંદની છે. ચૂંટણી પુરી થતાં જ ચીજોના ભાવ વધી જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X