આનંદો! સબસિડી વગરના ગેસ સિલેંડરમાં 113 રૂપિયાનો ઘટાડો
નવી દિલ્હી, 1 ડિસેમ્બર: જ્યારથી નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન પદની ખુરશી સંભાળી છે ત્યારથી એવું લાગવા લાગ્યું છે કે હવે સારા દિવસોની શરૂઆત થઇ ગઇ છે. છેલ્લા ઘણા મહિનાઓથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત ઘટાડો નોંધાયા બાદ હવે સરકારે એલપીજીના ભાવોમાં ભારે ઘટાડો કર્યો છે.

આ ઘટાડાનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં થયેલા ઘટાડાને માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પાંચ માસ દરમિયાન સબસિડી વગરના ગેસ સિલેંડરો પર લગભગ 170 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલમાં ગેસની કિંમતો ત્રણ વર્ષોના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઇ છે.












Click it and Unblock the Notifications
