For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્કમ ટેક્સ નથી ચૂકવ્યો? તો આવો દંડ અને કાર્યવાહી થઇ શકે

|
Google Oneindia Gujarati News

ભારતમાં તમે જાણી જોઇને ઇન્કમટેક્સ ચૂકવ્યો ના હોય, ભૂલથી ચૂકવવાનો રહી ગયો હોય પણ તેની સામે થતી દંડ અને કાર્યવાહી એક સમાન રહે છે. ઇન્કમ ટેક્સ ચૂકવવામાં ના આવ્યો હોય ત્યારે સૌપ્રથમ તમને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી નોટિસ મળે છે અને ત્યાર બાદ ઇન્કમ ટેક્સ વિભાગ ટેક્સ નહીં ચૂકવનારી વ્યક્તિ સામે આગળની કાર્યવાહી કરે છે. જેમાં દંડ ઉપરાંત જેલની સજા પણ ફરમાવવામાં આવી શકે છે.

આ કાર્યવાહી કેવી હોઇ શકે છે તે આવો જાણીએ...

1. પ્રથમ પગલું : ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 142(1) હેઠળ નોટિસ

1. પ્રથમ પગલું : ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 142(1) હેઠળ નોટિસ


ઇન્કમ ટેક્સ નહીં ભરતા આપને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ મળશે. જેમાં આપની પાસેથી જરૂરી દસ્તાવેજો માંગંવામાં આવશે. આ કાર્યવાહી નિર્ધારિત નાણાકીય વર્ષને આધારે કેસ તૈયાર કરીને કરવામાં આવે છે. આ માટે ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 142(1) હેઠળ નોટિસ આપવામાં આવે છે. સંજોગો પ્રમાણે એસેસિંગ ઓફિસર એસેસીને આ પ્રમાણે વિગતો આપવા જણાવી શકે છે

આવી વિગતો માંગવામાં આવી શકે

આવી વિગતો માંગવામાં આવી શકે

- જે તે નાણાકીય વર્ષમાં વ્યક્તિએ નિર્ધારિત સમયગાળામાં શા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યું તેની વિગતો પૂછવામાં આવે છે.

- એસેસમેન્ટ માટે એસેસમેન્ટ ઓફિસરને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા

- એસસેસ માટે લેખિતમાં જરૂરી માહિતી આપતું લખાણ આપવું જેમાં વિવિધ વિગતો દર્શાવી હોય

ઇન્કમ ટેક્સ નહીં ભરનારી વ્યક્તિએ નોટિસને ગંભીરતાથી ધ્યાનમાં લેની જોઇએ અને એસેસમેન્ટ ઓફિસરને જરૂરી માહિતી અને દસ્તાવેજો પૂરા પાડવા જોઇએ.

2. કાર્યવાહી

2. કાર્યવાહી


ઇન્કમ ટેક્સ નહીં ભરવાના કારણે આપની સામે દંડ ભરવા ઉપરાંત કાયદેસરની કાર્યવાહી પણ થઇ શકે છે. આ કાર્યવાહીમાં આપને 7 વર્ષની જેલની સજા થઇ શકે છે. એકવાર આપને નોટિસ મળ્યા બાદ આપે એસેસિંગ ઓફિસર સાથે બેસીને ઇન્કમ ટેક્સ નહીં ભરવાના કારણો વિગતવાર જણાવવા જોઇએ. વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 276સીસી હેઠળ કરવામાં આવે છે.

3. કેરી ફોરવર્ડ નુકસાન માન્ય નથી

3. કેરી ફોરવર્ડ નુકસાન માન્ય નથી


જો આપને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ થયો હોય તો આપ નુકસાનને આગલા વર્ષ માટે ફોરવર્ડ કરી શકતા નથી. દાખલા તરીકે આપે શેરનું ખરીદ અને વેચાણ કર્યું. જેમાં આપને રૂપિયા 25,000નું નુકસાન થયું. આપ આ નુકસાનને આવતા વર્ષે આપના નફામાંથી બાદ કરી શકો છો. પણ જો આપે ચાલુ વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ કર્યો તો આપ આવતા વર્ષે લાભનો દાવો માંડી શકશો નહીં.

4. દંડ

4. દંડ


જો આપે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ કર્યો તો આપને રૂપિયા 5000નો દંડ ભરવો પડશે.

English summary
Not Paid Income Tax in India? Here is What Could Happen, Including Penalties and Prosecution.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X