ભારતીય નોટોને છાપવામાં કેટલો ખર્ચ થાય છે તે અહીં જાણો

છેલ્લા બે વર્ષોમાં માર્કેટમાં ઘણી નવી નોટ આવી છે, અને નોટબંધી હેઠળ કેટલીક જૂની નોટો બંધ કરવામાં આવી છે.

છેલ્લા બે વર્ષોમાં માર્કેટમાં ઘણી નવી નોટ આવી છે, અને નોટબંધી હેઠળ કેટલીક જૂની નોટો બંધ કરવામાં આવી છે. સામાન્ય લોકોનો ફક્ત તેમના નાણાંથી મતલબ રાખે છે તેમને આ બાબતો પર કોઈ ખાસ રસ હોતો નથી કે નોટ ક્યાંથી આવે છે અને ક્યાં જઈ રહી છે. પરંતુ કદાચ તમને આ વાતમાં રુચિ હોય કે 500, 2000 અને 100 રૂપિયા જેવી નોટ બનાવવા માટે કેટલો ખર્ચ આવે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે નોટોને બનાવવામાં કેટલો ફંડ જાય છે.

10 અને 20 રૂપિયાની નોટ બનાવવાનો ખર્ચ

10 અને 20 રૂપિયાની નોટ બનાવવાનો ખર્ચ

આરટીઆઇના જવાબમાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રૂપિયા 1010 ની રકમ 10 રૂપિયાની એક હજાર નોટ બનાવવા ખર્ચવામાં આવે છે. એટલે કે એક નોટ બનાવવામાં 1.01 રૂપિયાનો ખર્ચ આવે છે. 20 રૂપિયાની 1000 નોટ બનાવવામાં 1000 રૂપિયા એટલે કે એક નોટનો ખર્ચ 1 રૂપિયો છે.

50 અને 100 રૂપિયાની નોટ બનાવવાનો ખર્ચ

50 અને 100 રૂપિયાની નોટ બનાવવાનો ખર્ચ

50 રૂપિયાની નોટોની વાત કરીએ તો 50 રૂપિયાની હજાર નોટ બનાવવામાં 1010 રૂપિયા એટલે કે એકમાં નોટ 1.01 રૂપિયાનો ખર્ચ આવે છે. 100 રૂપિયાની એક હજાર નોટ 1510 રૂપિયામાં છાપવામાં આવે છે એટલે કે એક નોટની પ્રિન્ટની કિંમત 1.51 રૂપિયા છે.

500 અને 2000 રૂપિયાની નોટ બનાવવામાં ખર્ચ

500 અને 2000 રૂપિયાની નોટ બનાવવામાં ખર્ચ

આ ઉપરાંત 500 રૂપિયાની 100 નોટ છાપવામાં 2570 રૂપિયાનો ખર્ચ થાય છે, એટલે કે એક નોટનો ખર્ચ 2.57 રૂપિયા છે. અત્યાર સુધીમાં સૌથી મોટી ભારતીય ચલણ એટલે કે 2000 રૂપિયાની 1000 નોટ 4180 રૂપિયામાં છપાય છે અને એક નોટની કિંમત 4.18 રૂપિયા છે.

જૂની 500 અને 1000 ની નોટો બનાવવાનો ખર્ચ

જૂની 500 અને 1000 ની નોટો બનાવવાનો ખર્ચ

તમને જણાવી દઈએ કે જૂની 500 રૂપિયાની હજાર નોટો બનાવવામાં 3090 રૂપિયાનો ખર્ચ થતો હતો, એટલે કે એક નોટમાં 3.09 રૂપિયાનો ખર્ચ થતો હતો, 1000 રૂપિયાની એક નોટ બનાવવામાં 3.54 રૂપિયાનો ખર્ચ થતો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X