For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાદ્યતેલ હવે થશે સસ્તા, મંજૂર કર્યા 11000 કરોડ, જાણો શું છે પીએમ મોદીનો મેગા પ્લાન

ભારતને ખાદ્ય તેલોમાં આત્મનિર્ભર બનાવવા માટે અને તેલના ભાવો પર અંકુશ લગાવવા માટે પીએમ મોદીએ આયોજન કર્યુ છે જાણો શું.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ છેલ્લા એક વર્ષથી ખાદ્ય તેલના ભાવોમાં ખૂબ વધારો કરવામાં આવ્યો છે. ભારતને ખાદ્ય તેલોમાં આત્મનિર્ભર બનાવવા માટે અને તેલના ભાવો પર અંકુશ લગાવવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય મિશન શરૂ કરવા પર પોતાની મહોર લગાવી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીના મેગા પ્લાન હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે(18 ઓગસ્ટ) એક નવી યોજના, રાષ્ટ્રીય ખાદ્યતેલ મિશન - ઓઈલ પામ(NMEO-OP)ની ઘોષણા કરી છે. આ ઓઈલ મિશન માટે અને તેલોનુ ઉત્પાદન વધારવા માટે 11,040 કરોડ રૂપિયાની ઘોષણા કરવામાં આવી છે.

પીએમ મોદીએ ખાદ્ય તેલ વિશે કર્યા આ એલાન

પીએમ મોદીએ ખાદ્ય તેલ વિશે કર્યા આ એલાન

આ મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે આ નવુ પારિસ્થિતિક તંત્ર ખાદ્ય તેલની આયાત પર ભારતની નિર્ભરતાને ઘટાડશે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે સરકાર દેશમાં ખાદ્ય તેલ પારિસ્થિતિક તંત્રમાં 11,000 કરોડ રૂપિયા રોકાણ કરવાનુ પ્લાન બનાવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર કહ્યુ હતુ, 'સરકાર નેશનલ મિશન ઑન ઓઈલ સિડ્સ અને ઓઈલ પામ દ્વારા 11,000 કરોડ રૂપિયાથી વધુ રકમ રોકાણ કરશે જેથી ખેડૂતોને વધુ સારા બીજ અને ટેકનિક સહિત દરેક સંભવ મદદ મળી શકે.'

ખાદ્ય તેલને લઈને આ છે સરકારનો ટાર્ગેટ

ખાદ્ય તેલને લઈને આ છે સરકારનો ટાર્ગેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનાવવા અને ખેડૂતોને વધુને વધુ ફાયદો કરાવવા માટે રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન(પામ ઓઈલ)ની ઘોષણા કરી છે. જેના માટે સરકારે 11,040 કરોડ રૂપિયાનુ બજેટ પણ આપ્યુ છે. આ ઓઈલ મિશન હેઠળ કેન્દ્ર સરકાર 2025-26 સુધી દેશમાં પામ ઓઈલનુ ઉત્પાદન ત્રણ ગણુ વધારશે અને તે 11 લાખ મેટ્રિક ટન સુધી લઈ જવાનો ટાર્ગેટ છે.

ભારતમાં હાલમાં ક્યાંથી આવે છે કુકિંગ ઓઈલ

ભારતમાં હાલમાં ક્યાંથી આવે છે કુકિંગ ઓઈલ

ભારત ઘરેલુ તેલની માંગ પૂરી કરવા માટે ઘણી હદ સુધી આયાત પર નિર્ભર કરે છે. ભારતમાં દર વર્ષના 2.4 કરોડ ટન ખાદ્ય તેલનુ ઉત્પાદન થાય છે. ભારત આ માંગને પૂરી કરવા માટે દુનિયાના બાકીના દેશોથી આયાત કરવા માંગે છે. ભારત ઈન્ડોનેશિયા અને મલેશિયાથી પામ ઓઈલ મંગાવે છે. બ્રાઝિલ અને આર્જેન્ટીનાથી સોયા તેલ, રશિયા અને યુક્રેનથી સૂરજમુખી તેલની આયાત કરે છે. કુલ આયાતમાં પામ તેલની ભાગીદારી લગભગ 55 ટકા છે.

ભારત વનસ્પતિ તેલના સૌથી મોટા ગ્રાહક છે

ભારત વનસ્પતિ તેલના સૌથી મોટા ગ્રાહક છે

હાલમાં પામ ઓઈલ દુનિયાનુ સૌથી વધુ વેચાતુ વનસ્પતિ તેલ છે. વળી, ભારત દુનિયામાં તેલનુ સૌથી મોટુ ગ્રાહક છે. ભારતમાં ઉપયોગમાં લેવાતા મુખ્ય તેલોમાં સરસિયુ, સોયાબીન, મગફળી, સૂરજમુખી, તલનુ તેલ, નાઈજર બીજ, કુસુમ બીજ, એરન્ડિયુ અને અળસી(પ્રાથમિક સ્ત્રોત) અને નાળિયેર, તાડનુ તેલ વગેરે શામેલ છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે જ્યારે ભારત કૃષિ વસ્તુઓના એક મુખ્ય નિકાસકાર તરીકે ઉભરી રહ્યુ છે ત્યારે આપણે આપણી ખાદ્ય તેલોની જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર ન રહેવુ જોઈએ.

English summary
Now cooking oil will be cheaper, approved 11000 crores, know what is PM Modi's mega plan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X