અનિલ જૂથની આગામી પેઢીની આશ્ના શેઠે અમેઝો બિસ્ત્રોનો પ્રારંભ કર્યો
અમદાવાદ, 13 ફેબ્રુઆરી : અનિલ જૂથની આગામી પેઢીની આશ્ના શેઠ અનિલ જૂથના ફૂડ અને બેવરિજિઝ કારોબારનું સુકાન સંભાળી રહી છે તથા અમદાવાદમાં ‘અમેઝો બિસ્ત્રો'ના પ્રારંભ સાથે આ કારોબારને નવી દિશા પૂરી પાડી રહી છે. અમેઝો બિસ્ત્રો ભારતીય, ઇટાલિયન, મેક્સિકન અને સમકાલીન યુરોપિયન વાનગીઓ વડે વૈવિધ્યસભર અને વિસ્તૃત શ્રેણીના સ્વાદની માગ સંતોષશે. અમેઝો બિસ્ત્રોનું મેનુની રચના કેનેડાના જાણીતા શેફ એન્ડ્રુ પાર્સન્સ દ્વારા કરવામાં આવી છે. આશ્ના એ અનિલ જૂથની સ્થાપના કરનારા પરિવારની ચોથી પેઢીની સદસ્ય છે. તેણે યુ.કે.ની નોટિંગહામ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે.
વ્યંજનો તથા વાનગીઓની કાળજીપૂર્વક કરાયેલી પસંદગી ઉપરાંત એસ.જી. હાઇવે નજીક સિંધુ ભવન રોડ પર સ્થિત આર્મેડિયા ખાતે આવેલો આ નવો આઉટલેટ પોતાના સુશોભન, રચના અને આંતરિક સજાવટ મારફત એક સમકાલીન અને આધુનિક દેખાવ પણ ધરાવે છે. ટૂંકમાં અમેઝો બિસ્ત્રો સ્વાદના રસિયાઓને સ્વાદથી એક ડગલું આગળ વધીને ભોજનનો અનુભવ આપવાનો આશય ધરાવે છે. યુવાન વ્યવસાયિકો, યુવા પરિવારો તથા હૃદયથી યુવાન લોકોને લક્ષ્યાંક બનાવવાના ઉદ્દેશ્ય સાથે બિસ્ત્રોની અદ્વિતીય વ્યવસ્થામાં ભારતીય, ઇટાલિયન, મેક્સિકન અને સમકાલીન યુરોપિયન જેવી લોકપ્રિય વાનગીઓની પસંદગી કરવામાં આવશે.

અનિલ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી અમોલ શેઠે જણાવ્યું છે કે, "અમદાવાદ વધુ ને વધુ મેટ્રોપોલિટન બની રહ્યું છે. અમેઝો બિસ્ત્રોમાં આંતરિક સજાવટથી લઇને મેનુ સુધીની દરેક બાબતની પરિકલ્પના આ તથ્યને નજર સમક્ષ રાખીને કરવામાં આવી છે."
અમેઝો બિસ્ત્રોના મેનુની રચના કરનાર કોર્પોરેટ શેફ એન્ડ્રુ પાર્સન્સે જણાવ્યું છે કે, "અમે મુખ્યત્વે ફ્લેવર્સ, પ્રેઝન્ટેશન તથા યુવા કેન્દ્રી અને અનેકવિધ વિકલ્પો તેમજ વૈવિધ્યપૂર્ણ વાનગી પૂરી પાડે એવા માહોલ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે." એન્ડ્રુ પાર્સન્સ એ સીએએઆરએ કન્સલ્ટન્સીના કોર્પોરેટ શેફ છે તથા તેમણે નવી દિલ્હીના કેનેડિયન હાઇ કમિશનના એક્ઝિક્યુટિવ શેફ તરીકે ભારતમાં પોતાની યાત્રા શરૂ કરી હતી.
આશરે 2500 ચોરસ ફીટ વિસ્તારમાં ફેલાયેલી, બિસ્ત્રો ભોજન માટે ઇનડોર તેમજ આઉટડોર સુવિધા ધરાવે છે તથા તે 90 વ્યક્તિની બેઠક ક્ષમતા ધરાવે છે.
અમેઝો એ અનિલ ગ્રૂપનો એક હિસ્સો છે. અનિલ ગ્રૂપ હોસ્પિટાલિટી, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, બાયોટેક્નોલોજી, નોલેજ સોલ્યુશન્સ તેમજ ફીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સના ક્ષેત્રે કામગીરી ધરાવે છે.












Click it and Unblock the Notifications
