For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NSEL સ્કેમ : દોષિત કંપનીઓના બે અધિકારીઓની ધરપકડ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 22 ઓક્ટોબર : આજે મુંબઇ પોલીસે એનએસઇએલ (NSEL) કૌભાંડના કેસમાં વિવિધ ડિફોલ્ટિંગ કંપનીઓના ટોચના બે અધિકારીઓની ધરપકડ કરી હતી.

આ કંપનીઓએ એનએસઇએલને અંદાજે રૂપિયા 1000 કરોડને ચૂકવવાના થાય છે. આ ધરપકડના સંદર્ભમાં મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે એનએસઇએલ કેસમાં યાધુરી એસોસિયેટ્સના ડિરેક્ટર ગગન સુરીની ચંદીગઢમાં, જ્યારે પી ડી એગ્રો પ્રોસેસર્સના પ્રમોટર રાજીવ અગ્રવાલની કર્નાલ (હરિયાણા)માંથી ધરપકડ કરવામાં આવી છે.

anouncement-1

આ બંને અધિકારીઓ સમન્સ હોવા છતાં હાજર થતા ન હતા. બંને અધિકારીઓને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સુરીની કંપનીએ રૂપિયા 424 કરોડ ચૂકવવાના બાકી છે, જ્યારે અગ્રવાલની કંપનીએ રૂપિયા 644 કરોડનો ડિફોલ્ટ કર્યો છે.

આ બંને કંપનીઓની મિલકતોને અગાઉ જપ્ત કરવામાં આવેલી છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ એનએસઇએલના રૂપિયા 5,600 કરોડના કૌભાંડમાં અત્યાર સુધી આશરે રૂપિયા 6,000 કરોડની મિલકતો જપ્ત કરી છે.

English summary
NSEL Scam: Two Top Honchos of Defaulting Firms Arrested.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X