Oracle corporation dividend : Oracle Corporation એ શેરહોલ્ડર્સને અધધ 5300% ડિવિડન્ડ જાહેર કર્યું
Oracle corporation dividend : જાણીતી ટેકનોલોજી કંપની Oracle Corporation એ પોતાના શેરહોલ્ડર્સ માટે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ 5300%નો વિશાળ ડિવિડન્ડ આપવાનો નિર્ણય લીધો છે, જે છેલ્લા દાયકામાં સૌથી મોટુ ડિવિડન્ડ છે.
Oracle એ જાહેરાત કરી છે કે દરેક સામાન્ય શેર પર 0.40 ડોલરની ડિવિડન્ડ રકમ સાથે સાથે ખાસ ડિવિડન્ડ રૂપે દરેક શેર પર 5.00 ડોલર ચૂકવાશે. એટલે કે કુલ મળીને દરેક શેરધારકને 5.40 ડોલરનો લાભ મળશે.

આ નિર્ણય પછી Oracleના શેરોમાં મજબૂત તેજી જોવા મળી છે અને રોકાણકારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. કંપનીના મેનેજમેન્ટ મુજબ, આ વિશાળ ડિવિડન્ડ પાછળનો મુખ્ય હેતુ છે શેરહોલ્ડર્સને વધુ રિટર્ન આપવુ અને કંપનીની મજબૂત નાણાકીય સ્થિતી દર્શાવવી.
Oracle ના CEO સેફ્રા કેટ્ઝે જણાવ્યું કે, અમારી કંપનીનો મજબૂત કેશ ફ્લો અને નફાકારકતા અમારા શેરહોલ્ડર્સ માટે આવી વિશેષ ભેટ આપવા સક્ષમ છે.
ટેક જગતમાં Oracleનું આ પગલું એક મહત્વપૂર્ણ પગલાં ગણાય છે કારણ કે અત્યાર સુધીમાં એવી બહુ ઓછી કંપનીઓ રહી છે જેણે શેરહોલ્ડર્સને એટલા મોટા પ્રમાણમાં ડિવિડન્ડ આપ્યુ હોય.
જણાવી દઈએ કે, Oracle એ ગયા એક દાયકામાં પોતાની વ્યવસાયિક વ્યૂહરચનાઓ અને ટેકનોલોજીકલ સુધારાઓ દ્વારા સતત વૃદ્ધિ નોંધાવી છે. તેના ક્લાઉડ બિઝનેસ અને ડેટાબેઝ સોલ્યુશન્સ વિભાગોએ ઉલ્લેખનીય સફળતા મેળવી છે, જેના પરિણામે આજે કંપની એટલી મજબૂત નાણાકીય સ્થિતિમાં છે કે આટલુ વિશાળ ડિવિડન્ડ આપી શકે.
આ જાહેરાતને કારણે Oracleના શેરધારકોને મોટો નફો થશે અને નવા રોકાણકારો માટે પણ કંપની વધુ આકર્ષક બને છે.












Click it and Unblock the Notifications
