For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ સહિત આ 5 એરપોર્ટનું ખાનગીકરણ કરાયું, અદાણીને મળ્યો 50 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ

અદાણી સંભાળશે અમદાવાદ એરપોર્ટ, 50 વર્ષનો કોન્ટ્રાક્ટ મળ્યો

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ એરપોર્ટ સેક્ટરમાં હલચલ મચાવવા ગૌતમ અદાણીની આગેવાની વાળા અદાણી એન્ટરપ્રાઈઝે 6 એરપોર્ટમાંથી 5 એરપોર્ટની બોલી જીતી લીધી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ અમદાવાદ, જયપુર, મેંગ્લોર, ત્રિવેન્દ્રમ અને લખનઉ એરપોર્ટ હવે અદાણી ગ્રુપ સંભાળશે. સરકારે એરપોર્ટ વેચવા માટે મૂક્યા હતા અને 50 વર્ષ સુધીના કોન્ટ્રાક્ટ પર એરપોર્ટ ઓપરેટ કરવા માટે પ્રાઈવેટ સેક્ટરના ખેલાડીઓને બોલી લગાવવા આમંત્રીત કર્યા હતા.

airport sector

એવિએશન સેક્ટરમાં એન્ટ્રી કરવા માટે અદાણી ભારે આતૂર હતા જે તેમની આક્રમક બોલી પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. જેમ કે, અમદાવાદ એરપોર્ટ માટે અદાણીએ જીએમઆર ગ્રુપને દરક પેસેન્જર દીઠ 85 રૂપિયાને બદલે 177 રૂપિયા, લખનઉ એરપોર્ટ માટે પેસેન્જર દીઠ 139 રૂપિયાને બદલે 171 રૂપિયાની બિડ લગાવી. આ બોલી પેસેન્જર દીઠ સૌથી વધુ માસિક ફી પર આધારિત હતી.

સિનિયર AAI અધિકારીએ જણાવ્યું કે, "પાંચ એરપોર્ટ માટે અદાણી ગ્રુપ સૌથી વધુ બોલી લગાવનાર ગ્રુપ છે. નાણાકિય માપદંડ એકમાત્ર યોગ્યતા હોવાથી ઔપચારિકતા પૂરી કર્યાના તુરંત બાદ અદાણી ગ્રુપને એરપોર્ટ સોંપી દેવામાં આવશે." પ્રોજેક્ટ માટે હરીફાઈ નબળી હોવાથી ગુવાહાટીનો એરપોર્ટ પણ અદાણી ગ્રુપ જીતી જાય તેવી શક્યતા છે. ગુવાહાટીના એરપોર્ટ માટેની બોલી મંગળવારે 26મી ફેબ્રુઆરીથી લાગશે.

નિષ્ણાંતોનું માનવું છે કે અદાણી જેવા સંગઠનની એરપોર્ટ સેક્ટરમાં એન્ટ્રીથી આ ક્ષેત્રમાં સ્પર્ધાનો નવો યુગ શરૂ થશે. જે અત્યાર સુધી માત્ર બં કંપની GMR અને GVK જ ઓપરેટ કરતી હતી. દ્વિહસ્તક ઇજારા પર પૂર્ણ વિરામ લગાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારે એવી કંપનીઓને પણ હરાજીમાં બોલી લગાવવાની મંજૂરી આપી જેમને ક્યારે આવા પ્રોજેક્ટમાં બોલી લગાવવાનો અનુભવ જ નથી.

6 એરપોર્ટના સંચાલન માટે 10 કંપનીઓ તરફથી કુલ 32 ટેક્નિકલ બોલી લગાવવામાં આવી હતી. જણાવી દઈએ કે ગત વર્ષે નવેમ્બરમાં કેન્દ્ર સરકારે એએઆઈ સંચલિત 6 એપોર્ટને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) આધાર પર સંચાલન માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. આ એરપોર્ટ પ્રોજેક્ટની સાથે જ અદાણી ગ્રુપનો એવિએશન ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ થઈ જશે. આ ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઉપરાંત મુંબઈ એરપોર્ટમાં જીવીકે સાથેની ભાગીદારી ખરીદવા માટે પણ અદાણી ગ્રુપ તેમની સાથે વાતચીત કરી રહ્યું હોવાની માહિતી મળી છે.

આ પણ વાંચો- ગુજરાતથી ગોરખપુર સુધી દુનિયાની સૌથી લાંબી LPG પાઈપલાઈન

English summary
Out of 6 airports, Adani is the highest bidder for Ahmedabad, Jaipur, Mangalore, Trivandrum & Lucknow Airport
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X