For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતથી ગોરખપુર સુધી દુનિયાની સૌથી લાંબી LPG પાઈપલાઈન

દુનિયાની સૌથી લાંબી રસોઈ ગેસ (એલપીજી) પાઈપલાઈન ભારતમાં સ્થાપિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનો પાયો નાખવા માટે રવિવારે ગોરખપુર પહોંચ્યા હતા

|
Google Oneindia Gujarati News

દુનિયાની સૌથી લાંબી રસોઈ ગેસ (એલપીજી) પાઈપલાઈન ભારતમાં સ્થાપિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનો પાયો નાખવા માટે રવિવારે ગોરખપુર પહોંચ્યા હતા. ગુજરાતના કંડલાથી યુપીમાં ગોરખપુર સુધી ફેલાવનારી આ પાઈપ લાઈનની લંબાઈ 2000 કિલોમીટરથી થોડી જ ઓછી હશે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ દેશની એક ચતુર્થાંસ વસ્તીને રસોઈ ગેસની સુવિધા આપી શકે છે.

દેશની સૌથી લાંબી પાઈપલાઈન 1987 કિલોમીટર લાંબી હશે

દેશની સૌથી લાંબી પાઈપલાઈન 1987 કિલોમીટર લાંબી હશે

આ પાઈપલાઈન સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પ (આઇઓઈસી) લગાવી રહી છે. કંડલાથી ગોરખપુર સુધી તેની લંબાઈ 1987 કિલોમીટર જેટલી હશે. કંપની કંડલાથી એલપીજી ગેસ આયાત કર્યા પછી તેને અમદાવાદ (ગુજરાત), ઉજ્જેન (ભોપાલ), કાનપુર, અલાહાબાદ, વારાણસી, અને લખનવ થઈને ગોરખપુર સુધી પહોંચાડશે.

9000 કરોડ રૂપિયાનો ખર્ચો થશે

9000 કરોડ રૂપિયાનો ખર્ચો થશે

પેટ્રોલિયમ મંત્રી અનુસાર આ પ્રોજેક્ટમાં 9000 કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે. આ પાઇપ લાઈનથી 3.75 મિલિયન ગેસ પ્રતિ વર્ષ પસાર થશે. પાઇપલાઇનમાં ગેસ કંડલા પોર્ટ સહીત આઈઓસીના કોયાણી રિફાઇનરી (ગુજરાત) થી નાખવામાં આવશે. તેનાથી દેશની એક ચતુર્થાંસ વસ્તીને રસોઈ ગેસની સુવિધા ઉપલબ્ધ થઇ શકશે.

આ છે દેશની સૌથી લાંબી પાઈપલાઈન

આ છે દેશની સૌથી લાંબી પાઈપલાઈન

ગુજરાતના જામનગરથી દિલ્હીની પાસે લોન સુધી 1415 કિલોમીટર લાંબી પાઈપલાઈન (GAIL) છે, જેને દેશની સૌથી લાંબી પાઈપલાઈન માનવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ ગેલ પાસે 623 કિલોમીટર લાંબી વિશાખાપટનામથી સિકંદરાબાદ સુધીની પાઈપલાઈન પણ છે. તેના સિવાય ઇન્ડિયન ઓઈલની હરિયાણામાં પાણીપતથી જાલંધર સુધીની એક પાઈપલાઈન છે, જેની લંબાઈ 274 કિલોમીટર છે.

English summary
PM Modi laid foundation of World's longest LPG pipeline
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X